હવે ફિંગરપ્રિન્ટ્સ ભૂલી જાઓ, ટૂંક સમયમાં AI તમને ઓળખવા માટે કરી શકે છે તમારી નસોનો ઉપયોગ

હવે ફિંગરપ્રિન્ટ્સ ભૂલી જાઓ, ટૂંક સમયમાં AI તમને ઓળખવા માટે કરી શકે છે તમારી નસોનો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર

હાલના વર્ષોમાં બાયમેટ્રિક માન્યતા વધુ પ્રચલિત બની છે

 • Share this:
  હાલના વર્ષોમાં બાયમેટ્રિક માન્યતા વધુ પ્રચલિત બની છે. એરપોર્ટ ચેક-લાઇનથી લઈને પોલીસ વિભાગ અને નાઈટક્લબ સુધી દરેક જગ્યાએ ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આઇરિસ, ફિંગરપ્રિન્ટ અને વોઇસ રેકગ્નાઈઝેશન વિવિધ ક્ષેત્રોમાં સુરક્ષા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે.

  પરંતુ ઑસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધનકારો કહે છે કે કેટલીક બાયોમેટ્રિક પદ્ધતિઓમાં "જાણીતી નબળાઇઓ" હોય છે. ઑસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સ્કુલ ઓફ કમ્પ્યુટર સાઇન્સ એન્ડ એન્જીનિયરીંગના સંશોધક સાઈના શાહે જણાવ્યું કે, ડમી પ્રિન્ટ બનાવવા માટે કોઈ સપાટી પર પડેલી છાપને ડુપ્લિકેટ કરી ફિંગરપ્રિન્ટ્સ એકત્રિત કરી શકાય છે. સોશિયલ મીડિયાથી મેળવેલ ફોટોઝના ઉપયોગથી ચહેરાની ઓળખ તકનીકને બાયપાસ કરી શકાય છે અને કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ આઇરિસ આધારિત મિકેનિઝમ્સને ભ્રમિત કરવા માટે કરી શકાય છે, સાઇના શાહે સીએનએનને જણાવ્યું હતું  તેમણે જણાવ્યું કે, "નસ પેટર્ન ત્વચાની નીચે રહે છે. જેથી તેઓ આંગળીની જેમ છાપ નથી છોડતી. તેમજ ચહેરાના ફોટોગ્રાફ્સની જેમ સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ નથી." તેથી, અમે માનીએ છીએ કે નસ આધારિત અભિગમ બાયપાસ કરવું વધુ મુશ્કેલ હશે.

  આ પણ વાંચો - ટાટા જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે, તેની પાછળ છે આ યુવાનનું મગજ

  સંશોધકોએ ઓફ-ધ-શેલ્ફ ડેપ્થ કેમેરા તેમજ Intel RealSense D415 ડેપ્થ કેમેરાથી 35 લોકોમાંથી લગભગ 17,500 તસવીરો લીધી, જ્યાં સહભાગીઓએ મુઠ્ઠી બનાવીને હાથની નસની પેટર્ન બનાવી છે. શાહે કહ્યું કે, લોકોને ઓળખવા માટે નસોનો ઉપયોગ કરવાનો વિચાર નવો નથી, પરંતુ તેના માટે સામાન્ય રીતે નિષ્ણાત તકનીકીની જરૂર પડે છે. પરંતુ તેમની ટીમના સંશોધનમાં ઓફ-ધ-શેલ્ફ 3D કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  ઓસ્ટ્રેલિયાની ટીમે જણાવ્યું છે કે આઇઇટી બાયોમેટ્રિક્સમાં પ્રકાશિત તેમનો અભ્યાસ દર્શાવે છે કે આ તકનીકનો ઉપયોગ વ્યક્તિગત ઉપકરણો જેવા કે લેપટોપ અને મોબાઇલ ફોન્સ પર વ્યક્તિઓને પ્રમાણિત કરવા માટે થઈ શકે છે.
  Published by:Ashish Goyal
  First published:February 18, 2021, 23:00 pm

  ટૉપ ન્યૂઝ