Facebook User Base Declines: Meta તરીકે પોતાને રિબ્રાન્ડ કર્યા બાદથી કંપનીના નફામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે કંપનીની વેલ્યુએશનને લગભગ 200 અબજ ડોલરનું નુકસાન થયું. કલાકોના ટ્રેડિંગ બાદ મેટાનો શેર 22.9 ટકા ઘટીને 249.05 ડોલર પર આવી ગયો.
Facebook User Base Declines: Facebookની શરૂઆત 2004માં થઈ હતી અને ત્યારથી જ તેના ડેઇલી એક્ટિવ યુઝર્સમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે પરંતુ Meta તરીકે પોતાને રિબ્રાન્ડ કર્યા બાદથી કંપનીના નફામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે જારી ત્રિમાસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, Whatsapp અને Instagram માટે યુઝર ગ્રોથ ફ્લેટ એટલે કે ના બરાબર હતો. ફેસબુકે હાલના વર્ષોમાં ઘણાં વિવાદોનો સામનો કર્યો છે. પરંતુ, હવે જે કંપનીને તાજેતરમાં જ નવા ઓરિજનલ મેટા હેઠળ લાવવામાં આવી હતી, તેના યુઝર બેસમાં ઘટાડો થયો છે.
ફેસબુકના 17 વર્ષના અસ્તિત્વમાં એવું પહેલી વખત થયું છે કે તેનો યુઝર બેઝ ખરેખર ઓછો થયો છે. મેટા દ્વારા જારી ત્રિમાસિક રિપોર્ટ મુજબ, ફેસબુકે પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 2021નાચોથા ક્વાર્ટરમાં લગભગ અડધો મિલિયન (પાંચ લાખ) ગ્લોબલ ડેઇલી યુઝર્સ ગુમાવ્યા છે.
કંપનીના વર્તમાન યુઝર બેઝ 1.93 અબજની સરખામણીમાં, આ તેનો લાઈફટાઈમ પહેલો લોએસ્ટ પોઇન્ટ છે, જ્યારે તેની પાસે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp અને Instagram પણ છે. ધ વર્જે જણાવ્યું કે ડેઇલી એક્ટિવ યુઝર્સમાં નુકસાન ઉત્તર અમેરિકામાં (લગભગ 1 મિલિયન) સૌથી વધુ હતું, જ્યાં જાહેરાતના માધ્યમથી સૌથી વધુ કમાણી થાય છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી અન્ય મેટા એપમાં યુઝર ગ્રોથ ઘણો ઓછો હતો.
કંપનીને લગભગ 200 અબજ ડોલરનું નુકસાન
મેટાના ત્રિમાસિક અહેવાલમાં નબળી રેવન્યુનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેણે ઇન્વેસ્ટર્સને ડરાવી નાખ્યા અને કંપનીની વેલ્યુએશનને લગભગ 200 અબજ ડોલરનું નુકસાન થયું. કલાકોના ટ્રેડિંગ બાદ મેટાનો શેર 22.9 ટકા ઘટીને 249.05 ડોલર પર આવી ગયો.
મેટા પોતાના ભવિષ્યના ‘મેટાવર્સ’ પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગ તેને ‘વર્ચ્યુઅલ એન્વાયર્નમેન્ટ’ તરીકે વર્ણવે છે જેમાં તમે ફક્ત સ્ક્રીન પર જોવાને બદલે તમારી જાતને ઇન્વોલ્વ કરી શકો છો. મેટાવર્સ એક એવી જગ્યા હશે જ્યાં લોકો વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ, ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસ, સ્માર્ટફોન એપ અથવા અન્ય ટૂલ્સનો ઉપયોગ કરીને એકબીજાને મળી શકે છે, કામ કરી શકે છે અને સાથે રમી પણ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર