Home /News /tech /

Foldable Smartphones: મોટોરોલા, Honor અને Huawei લૉંચ કરશે નવા ફોલ્ડેબલ ફોન, જાણો શું હશે ખાસ

Foldable Smartphones: મોટોરોલા, Honor અને Huawei લૉંચ કરશે નવા ફોલ્ડેબલ ફોન, જાણો શું હશે ખાસ

ફોલ્ડેબલ સ્માર્ટફોન (ફાઇલ તસવીર)

Foldable Smartphones: સેમસંગ (Samsung) બાદ અનેક કંપનીઓ અત્યારસુધીમાં આવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી ચૂકી છે. હવે આ સ્પર્ધામાં મોટોરોલા (Motorola), ઓનર (Honor) અને હ્યુવેઇ (Huawei) પણ સામેલ થવા જઇ રહી છે.

મુંબઈ. Foldable Smartphones: સ્માર્ટફોન માર્કેટમાં ફોલ્ડેબલ ફોન્સ (Foldable Smartphones)નો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. સેમસંગ (Samsung) બાદ અનેક કંપનીઓ અત્યારસુધીમાં આવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી ચૂકી છે. હવે આ સ્પર્ધામાં મોટોરોલા (Motorola), ઓનર (Honor) અને હ્યુવેઇ (Huawei) પણ સામેલ થવા જઇ રહી છે. દરેક કંપની તેના આગામી ડિવાઇસને ટોપ-ઓફ-ધ-લાઈન હેન્ડસેટ તરીકે બિલિંગ કરી રહી છે. જેમાં Huaweiના P50 પોકેટની કિંમત 8,988 યુઆન ($1,410) છે, Honor મેજિક Vને તેનું પ્રથમ ફોલ્ડેબલ ફ્લેગશિપ ગણાવે છે અને Lenovo એક્ઝિક્યુટિવએ મોટોરોલાના રેઝર ક્લેમશેલ હેન્ડસેટના ત્રીજા અટેમ્પ્ટની તૈયારી ચાલુ કરી દીધી છે.

23 ડિસેમ્બરે સ્ટ્રીમ થયેલ ઇવેન્ટમાં તેની જાહેરાત કર્યા પછી Huawei પહેલેથી જ તેના ફોલ્ડેબલ ડિવાઇસને ચીનમાં વેચવાની શરૂઆત કરી દીધી છે. મહત્વનું છે કે, સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ તેના અનેક ફોલ્ડેબલ ફોન વેરીઅન્ટ લોન્ચ કરી ચૂકી છે.

શાઓમી અને ઓપ્પોએ લોન્ચ કર્યા ડિવાઇસ

ચાઇનીઝ બ્રાન્ડ્સ Xiaomi Corp. અને Oppo બંનેએ આ વર્ષે તેમના પોતાના બૂક જેવા એન્ડ્રોઇડ ડિવાઇસ લોન્ચ કર્યા છે. જ્યારે તેની હરીફ કંપની વિવોએ વિવિધ ફોર્મ ફેક્ટર્સ સાથે નવો પ્રયોગ કર્યો છે. એપલ આ કેટેગરીમાં ક્યારે પ્રવેશ કરશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી.

શું કહે છે બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ?

Apple અને ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ Xiaomi, Oppo અને Vivo વિસ્તરતા મોબાઈલ-ડિવાઈસ માર્કેટમાં અગ્રણી બની શકે છે. વિશ્લેષણ સૂચવે છે કે 2022માં વેચાણમાં 5% થી લગભગ $520 બિલિયન વધી શકે છે.

ઓનર, મોટોરોલા અને હ્યુવેઇનું કમબેક

Honor, જે ગયા વર્ષે સરકાર-સમર્થિત કન્સોર્ટિયમને વેચવામાં આવ્યું હતું અને મોટોરોલા વૈશ્વિક બ્રાન્ડ્સના ટોચના લેવલમાં પ્રવેશવા માટે તૈયારી કરી છે. જ્યારે હ્યુવેઇ ટ્રમ્પ-યુગના પ્રતિબંધો દ્વારા માર્કેટમાંથી ઉતરી ગયા પછી રીકવરીનો પ્રયાસ કરી રહી છે.

હ્યુવેઇ પ્રોસેસર્સને રીપ્લેસ કરશે ક્વોલકોમ

P50 પોકેટ Qualcomm સ્નેપડ્રેગન 888 ચિપસેટ સંચાલિત છે, જે Huawei ના ઇન-હાઉસ HiSilicon પ્રોસેસર્સની જગ્યા લેશે. Qualcomm હ્યુવેઇને તેના સિલિકોનના 4G-કેપેબલ વેરિઅન્ટ્સ સાથે સપ્લાય કરી શકશે. જોકે, તેમાં 5જી ફીચર્સ મળી શકે તેવી આશા છે. નવો ફોલ્ડેબલ ફોન એન્ડ્રોઇડની જગ્યાએ હ્યુવેઇની હાર્મોની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

આ પણ વાંચો: Metal body mobile: આ છે ભારતમાં મળતા શ્રેષ્ઠ મેટલ બોડી સ્માર્ટફોન, જાણો કયા ફોન છે સામેલ

સેમસંગને મળેલી ઓછી સફળતાના પગલે ફોલ્ડેબલ ફોન્સ લોન્ચ કરનારી તમામ કંપનીઓ માટે સ્થાનિક બજાર મુખ્ય ટાર્ગેટ છે. ગેલેક્સી ડિવાઇસ નિર્માતાએ યુ.એસ. અને પશ્ચિમ યુરોપમાં ટેક્નોલોજી અને માર્કેટ પોઝિશનમાં લીડ સ્થાપિત કરી છે અને તેની પોતાની ફ્લેક્સિબલ ડિસ્પ્લે પેનલ્સનું ઉત્પાદન કરવાનો ફાયદો મળ્યો છે.
First published:

Tags: Samsung, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર