તમે બજારમાં સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsung Galaxy Z Flip 3) જોયા હશે, પણ તમે ક્યારેય એપલ બ્રાન્ડના ફોલ્ડેબલ આઇફોન મોડેલ જોયા છે? અત્યારે જે રીતે ફોલ્ડેબલ મોડેલ લોન્ચ થઈ રહ્યા છે, તે જોતા ભવિષ્યના મોટાભાગના સ્માર્ટફોન ફોલ્ડેબલ હશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ફોલ્ડેબલ એપલ આઇફોન (iPhone Flip) મોડેલની ઝલક જોવા મળી છે. લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે, એપલ પણ તેના ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. પરંતુ કંપનીએ અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
Concepts iPhone યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આઈફોનની ડિઝાઇન સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 જેવી ક્લેમશેલ સ્પોર્ટિંગ બતાવવામાં આવી છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, આઇફોન ફ્લિપ (iPhone Flip) મોટા ભાગે સ્ટેનલેસ સ્ટીલ વળાંકવાળી-એજ ચેસિસ અને મેટાલિક બોડીને કારણે આઇફોન 12 પ્રો જેવો જ છે. ફોલ્ડેબલ આઇફોન રેન્ડર્સ પ્રણવ નાથે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તે આઇફોન 12 પ્રો પર આધારિત છે.
વીડિયોમાં આઇફોન ફ્લિપ પણ મોટા નોચ સાથે જોવા મળે છે. પરંતુ કંપની આગામી આઇફોન 13માં નોચનું કદ ટૂંકાવી શકે તેવુ જાણવા મળી રહ્યું છે અને આવું આઇફોન ફ્લિપમાં જોઈ શકાય છે. વીડિયોમાં ફ્લિપ આઇફોનને જાંબલી, સોનેરી અને લાલ રંગનો શેડ જેવા ત્રણ કલરમાં બતાવાયો છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે, એપલ ફ્લિપ આઇફોનમાં 120 હર્ટ્ઝ પ્રો મોશલ લિક્વિડ રેટિના સીડીઆર ડિસ્પ્લે હોઈ શકે છે અને કંપની ફોનમાં એમ1 ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. આ જ પ્રોસેસરનો ઉપયોગ કંપની દ્વારા આઇપેડ પ્રો ટેબલેટ્સમાં પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, લેટેસ્ટ આઇફોન મોડેલમાં બે બાયોમેટ્રિક આધારિત સિક્યોરિટી ફીચર્સ ફેસ આઇડી અને ટચ આઇડી આપવામાં આવી શકે છે
કોન્સેપ્ટ આઇફોનના વીડિયોમાં એર ચાર્જ ટેકનોલોજી પણ બતાવવામાં આવી છે. જો iPhone Flipને ચાર્જિંગ એડેપ્ટરની નજીકમાં મૂકવામાં આવે તો તે આઇફોનને હવામાં ચાર્જ કરે છે!
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર