ટીવી બનાવનાર કંપની IFFALCONએ ભારતીય ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઇફ્લાકોન ફ્લિપકાર્ટ પર ટીવી ડેઝ સેલ શરૂ કરી રહ્યું છે, એટલે કે 23 ફેબ્રુઆરીથી સેલની શરુઆત થશે. માત્ર એક દિવસ સુધી ચાલનારા આ સેલમાં તેમ સ્માર્ટ ટીવી 8999 રુપિયાની શરુઆતની કિંમતથી ખરીદી શકો છો. આ ઉપરાંત મોંઘી ટીવી પર પણ ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો.
આ સેલમાં 55 ઇંચના 4 કે સ્માર્ટ ટીવીને 21,991 રુપિયાના ડિસ્કાઉન્ટથી પર ખરીદી શકો છો. ડિસ્કાઉન્ટ પછી, તમે આ ટીવી 37,999 રૂપિયામાં ઘર પર લઈ જઇ શકો છો, જેની હકીકત કિંમત 59,990 રૂપિયા છે. આ ઉપરાંત, આ ટીવી માટે કોઈ ઇએમઆઈ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહક તેને દર મહિને 4,222 રૂપિયાના ઇએમઆઈ આપીને ખરીદી શકે છે. ઉપરાંત રૂ. 17,500 ની એક્સચેંજ ઓફર પર એક્સિસ બેન્ક બઝ ક્રેડિટ કાર્ડ પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટ ટીવીને 4.5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
કંપનીની 65 ઇંચ (163.82cm) 4K સ્માર્ટની હકીકત કિંમત 99.999 રુપિયા છે, પરંતુ સેલ હેઠળ માત્ર 61.999 રૂપિયામાં ખરીદી શકો છો. ગ્રાહકો દર મહિને 6,889 રૂપિયાના ઇએમઆઈ આપીને ઘરે ટીવી લાવી શકે છે. આ ઉપરાંત, રૂ. 24,500ની એક્સચેન્જ ઓફર કરવામાં આવી રહી છે.
તેની 49-ઇંચનો એફએચડી સ્માર્ટ ટીવીને 40,990 રુપિયાની જગ્યાએ માત્ર 27,999 રુપિયામાં ઘરે લઇ જઇ શકો છો. ગ્રાહકો આ ટીવીને દર મહિને 3,111 રૂપિયાના ઇએમઆઈ પર પણ ખરીદી શકે છે. આ ઉપરાંત, રૂ. 17,500 ની એક્સ્ચેન્જ ઓફરની ઓફર કરવામાં આવી રહી છે.
IFFALCONની 75 ઇંચ (189.3cm) 4K સ્માર્ટની હકીકત કિંમત 2,39 999 રુપિયા છે, પરંતુ સેલ હેઠળ ટીવી માત્ર 1,49,999 રૂપિયા વેચાણમાં ખરીદી શકાય છે. ગ્રાહકો દર મહિને 16,667 રૂપિયા ઇએમઆઈ આપીને ઘરે લઈ જઈ શકે છે. આ ઉપરાંત, રૂ. 24,500ની એક્સચેન્જ ઓફર કરવામાં આવી રહી છે. એક્સિસ બેન્ક બઝ ક્રેડિટ કાર્ડ સાથે ચુકવણી પર ગ્રાહકોને 5% ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર