Flipkart republic Day Sale: સ્માર્ટફોન્સ પર રૂપિયા 8 હજાર છૂટ, SBI card પર છે, ખાસ ઑફર

News18 Gujarati
Updated: January 20, 2019, 2:48 PM IST
Flipkart republic Day Sale: સ્માર્ટફોન્સ પર રૂપિયા 8 હજાર છૂટ, SBI card પર છે, ખાસ ઑફર
પ્રતિકાત્મક તસવીર

3 દિવસ સુધી ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, TV, ફેશન, વૉશિંગ મશીન, ફર્નિચર, વગેરે જેવી ચીજો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: Flipkart republic Day Saleની શરૂઆત થઈ ગઈ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, TV, ફેશન, વૉશિંગ મશીન, ફર્નિચર, વગેરે જેવી ચીજો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, ત્યારે જાણો ક્યાં સ્માર્ટફોન પર કેટલું કેટલું ડિસ્કાઉન્ટ મળશે..

સેલમાં રિયલમી c1 રૂપિયા 6,999માં ખરીદી શકાશે, જેની અસલ કિંમત 8,9990 રૂપિયા છે. સેમસંગના પૉપ્યુલર ફોન ગેલેક્સી S8ની કિંમત સેલ દરમિયાન 30,990 રૂપિયા રહેશે, જ્યારે ગેલેક્સી ઑન 6 સ્માર્ટફોન રૂપિયા 9,990માં મળશે જેની કિંમત 15,490 રૂપિયા છે.

POCO F1 6GB/64GB આ સેલમાં રૂપિયા 18,999માં ખરીદી શકાશે. જ્યારે 128 GB વેરિયંટને રૂપિયા 21,999માં ખરીદી શકાશે. આ ઉપરાંત POCO F1 8GB+256GB સ્ટોરેજ વેરિયંટ રૂપિયા 25,999માં ખરીદી શકાશે.

OPPO F9 રૂપિયા 12,990માં ખરીદી શકાશે, જેની કિંમત 21,990 રૂપિયા છે. જ્યારે NOKIA 6.1 plus પર રૂપિયા 2,601નું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત રૂપિયા 14,999 થશે. જ્યારે ASUS Zenfone 5Z પર રૂપિયા 8,000ની છૂટ મળશે ત્યારબાદ તેની કિંમત રૂપિયા 24,999 થશે.

આ કાર્ડ પર મળશે ઑફર
સેલમાં સ્માર્ટફોન્સ પર 'નો કૉસ્ટ' ઈએમઆઈનો ઑપ્શન પણ આપવામાં આવશે. આ સાથે SBIના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવાથી 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
Loading...

આ ઑફર પણ
Repulic Day Saleમાં 'rush hour'નામનું સેક્શન અપાયું છે, જેનો ફાયદો ગ્રાહકો 20 જાન્યુઆરી રાત્રે 2 વાગ્યાથી લઈ શકશે. રશ અવર ડીલમાં ગ્રાહકોને એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ અપાશે.
આ ઉપરાંત સેલમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

 
First published: January 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com