Home /News /tech /

Year End Sale: ખૂબ સસ્તામાં મળી રહ્યો છે iPhone 12 Mini, અહીં ઉઠાવો ફાયદો

Year End Sale: ખૂબ સસ્તામાં મળી રહ્યો છે iPhone 12 Mini, અહીં ઉઠાવો ફાયદો

આઇફોન 12 મિની (ફાઇલ તસવીર)

Flipkart Year end sale: જો તમે પણ આઇફોન લેવાનું વિચારી રહ્યા છો તો ફ્લિપકાર્ટ પર તમે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને iPhone 12 Miniને સસ્તી કિંમતે ઘરે લાવી શકો છો.

નવી દિલ્હી: વર્ષ 2021 પૂર્ણ થવાના આરે છે અને સૌ કોઇ 2022ને વધાવવાની તૈયારી કરી રહ્યું છે. એવામાં ઘણા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર યર એન્ડિંગ સેલ (Sale on E-Commerce) શરૂ થઈ ચૂક્યા છે. જેમાં ગ્રાહકોને અનેક આકર્ષક ઓફર અને ધમાકેદાર ડિસ્કાઉન્ટ (Offers & Discount) મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર પણ યર એન્ડ સેલ (Flipkart Year End Sale)ની શરૂઆત થઇ ચૂકી છે. 30 ડિસેમ્બર સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકોને નો-કોસ્ટ EMI પેમેન્ટ, એક્સચેન્જ ઑફર, ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્રોગ્રામ અને સ્ક્રિન પ્રોટેક્શન ડિસ્કાઉન્ટ (Offers on Flipkart)માં મળશે. આ ડિસ્કાઉન્ટમાં આઇફોન (Discount on iPhone)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રણ કલરમાં ઉપલબ્ધ

જો તમે પણ આઇફોન લેવાનું વિચારી રહ્યા છો તો ફ્લિપકાર્ટ પર તમે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને iPhone 12 Miniને સસ્તી કિંમતે ઘરે લાવી શકો છો. હાલ iPhone 12 Miniનો બ્લેક, બ્લૂ અને સફેદ કલર ખરીદી માટે ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ શું છે ઓફર.

ફોનની કિંમત

iPhone 12 mini 128GB વેરિઅન્ટ રૂ. 55,199 (MRP રૂ. 64,900)માં ઉપલબ્ધ છે અને Flipkart સ્માર્ટફોન યર એન્ડ સેલ દરમિયાન 256GB મોડલ રૂ. 65,199 (MRP રૂ. 74,900)માં મળી રહ્યું છે. રેગ્યુલર આઇફોન પણ આ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે. જેનું 64GB વેરીએન્ટ 54,199 રૂપિયામાં ઉપલબ્ધ છે અને 128GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 65,199 રૂપિયા છે. બેંક અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લઈને ગ્રાહકો તેની કિંમતમાં પણ ઘટાડો કરી શકે છે.

iPhone 12 miniના ફીચર્સ

ફીચર્સની દ્રષ્ટિએ જોઇએ તો Apple iPhone 12 અને iPhone 12 mini લગભગ સમાન છે. આ સ્માર્ટફોનનું રેગ્યુલર મોડલ 6.1-ઇંચ ડિસ્પ્લે ધરાવે છે અને iPhone 12 Mini 5.4-ઇંચની સ્ક્રીન સાથે આવે છે. બંને ફોન OLED પેનલ સાથે આવે છે, જે તમારા સ્ક્રિન એક્સપિરીયન્સને વધુ સારો બનાવે છે. કંપની તેને સુપર રેટિના XDR ડિસ્પ્લે તરીકે ઓળખે છે.

આ પણ વાંચો: iPhone 13 production: ભારતમાં બનશે iPhone 13, ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની એપલની યોજના

તમને Apple A14 બાયોનિક ચિપસેટ અને 5G સપોર્ટ પણ મળે છે. આઇફોન 12 અને આઇફોન 12 મીનીને મળેલી અન્ય નોંધપાત્ર સુવિધા મેગસેફ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આપને જણાવી દઇએ કે તેમાં ચાર્જિંગ બ્રિકનો સમાવેશ થતો નથી. પરંતુ તમે ટાઇપ-સી ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં બે 12-મેગાપિક્સલ કેમેરા મળે છે અને સેલ્ફી માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
First published:

Tags: Apple, Flipkart, IPhone, Year Ender 2021, સ્માર્ટફોન

આગામી સમાચાર