Home /News /tech /

Flipkart Year End Sale: સ્માર્ટફોન થયા સસ્તા, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો ફાયદો

Flipkart Year End Sale: સ્માર્ટફોન થયા સસ્તા, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો ફાયદો

ફ્લિપકાર્ટ યર એન્ડ સેલ

Flipkart Year End Sale: હાલ ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર યર એન્ડ ચાલી રહ્યો છે. આ સેલમાં તમને અનેક સ્માર્ટફોન ખૂબ જ આકર્ષક કિંમતે મળી રહ્યા છે. આ સેલની અંતિમ તારીખ 30 ડિસેમ્બર છે.

    મુંબઇ. Flipkart Year End Sale: ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર Year End Sale ચાલી રહ્યો છે. આ સેલ 30મી ડિસેમ્બર સુધી ચાલશે. એટલે કે આવતીકાલે આ સેલનો અંતિમ દિવસ છે. જો તમે કોઈ નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. કારણ કે ફ્લિપકાર્ટ યર એન્ડ સેલમાં અનેક મોબાઇલ કંપનીઓના ફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલ ડિસ્કાઉન્ટ ભાવે મળતા ફોનમાં Poco F3 GT, iPhone 12 mini, iPhone 12, Realme 8i, Redmi 9i, Realme Narzo 50A, Poco C31, Realme GT Master Edition, iPhone SE અને Moto G60 સામેલ છે. તો જાણીએ આ સ્માર્ટફોન પર કેટલું વળતર મળી રહ્યું છે.

    Apple iPhone 12 Mini 64GB: આ સેલમાં ફક્ત 41,199 રૂપિયાની કિંમત સાથે આઈફોન 12 મિની ખરીદી શકો છો. આ ફોનના 128GB અને 256GB સ્ટોરેજ સાથેના વેરિઅન્ટની કિંમત ક્રમશ: 55,199 રૂપિયા અને 65,199 રૂપિયા છે.

    Poco X3 Pro 6GB: આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર હાલ 18,999 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે, હાલ તપાસ કરતા આ ફોન આઉટ ઑફ સ્ટૉક જણાઈ રહ્યો છે. પરંતુ આશા છે કે ફોન ઝડપથી સેલ માટે હાજર થશે. આ ફોનના 8GB મૉડલની કિંમત 20,999 રૂપિયા છે.

    Realme GT Neo 2: મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફોનને ફ્લિપકાર્ટ પર હાલ 31,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ કિંમત ફોનના 128GB વેરિઅન્ટ માટે છે. 256GB મૉડલની કિંમત 35,999 રૂપિયા છે. આ ઉપરાંત ક્રેડિટ અને ડેબિડ કાર્ડ પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

    આઈફોન 12 mini પર ઑફર

    ફ્લિપકાર્ટ યર એન્ડ સેલમાં આઈફોન 12 મિની 41,299 રૂપિયાની કિંમત પર મળી રહ્યો છે. જો તમે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ અથવા Flipkart Pay Laterનો ઉપયોગ કરો છો તો તમને વધારાના 5%ની છૂટ મળશે.

    અન્ય સ્માર્ટફોન પર ઑફર

    એટલું જ નહીં, તમે ફ્લિપકાર્ટ યર એન્ડ સેલમાં Realme C21Y, Samsung F12, Apple iPhone 12, Vivo X70 Pro, Oppo Reno6 5G જેવા બીજા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

    આ પણ વાંચો: Apple: આઈફોન 15માંથી ફિઝિકલ SIM slot કાઢી નાખશે એપલ, eSIMનો થઈ શકશે ઉપયોગ

    iPhone 12 miniના ફીચર્સ

    ફીચર્સની દ્રષ્ટિએ જોઇએ તોApple iPhone 12 અને iPhone 12 mini લગભગ સમાન છે. આ સ્માર્ટફોનનું રેગ્યુલર મોડલ 6.1-ઇંચ ડિસ્પ્લે ધરાવે છે અને iPhone 12 Mini 5.4-ઇંચની સ્ક્રીન સાથે આવે છે. બંને ફોન OLED પેનલ સાથે આવે છે, જે તમારા સ્ક્રિન એક્સપિરીયન્સને વધુ સારો બનાવે છે. કંપની તેને સુપર રેટિના XDR ડિસ્પ્લે તરીકે ઓળખે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, Flipkart, IPhone, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર