ફ્લિપકાર્ટની 'પ્લસ સર્વિસ' શરૂ કરવાની જાહેરાત, એમેઝોન પ્રાઈમ સાથે થશે ટક્કર

News18 Gujarati
Updated: August 1, 2018, 6:33 PM IST
ફ્લિપકાર્ટની 'પ્લસ સર્વિસ' શરૂ કરવાની જાહેરાત, એમેઝોન પ્રાઈમ સાથે થશે ટક્કર

  • Share this:
ફ્લિપકાર્ટે ફ્લિપકાર્ટ પ્લસ સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ 15 ઓગસ્ટથી લોન્ચ કરવામાં આવશે. ફ્લિપકાર્ટને આશા છે કે, તેમની આ સર્વિસ એમેજોન પ્રાઈમને ભારતને સીધી ટક્કર આપશે.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ફ્લિપકાર્ટ પ્લસનો ઉપયોગ કરવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. તે માટે પ્લસ કોઈન જોઈએ જેને શોપિંગ, ટ્રાવેલ અને કન્ટેન્ટ દ્વારા મેળવી શકાશે. આનાથી ગ્રાહકોને ફાસ્ટ અને ફ્રિ ડિલીવરી આપવામાં આવશે.

ગ્રાહકોને લાભ આપવા માટે કંપનીએ વિભિન્ન કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. આમાં Hotstar, Zomato, MakeMyTrip અને Cafe Coffee Dayનું નામ સામેલ છે. તે ઉપરાંત ફ્લિપકાર્ટ પ્લસની સેવા ફોન-પે અને Myntra પણ પણ આપવામાં આવશે.

આ પ્રોગ્રામ એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ વિરૂદ્ધ છે. એમેઝોન પ્રાઈમમાં ગ્રાહકો પાસેથી 999 રૂપિયા પ્રતિ વર્ષે એટલે 129 રૂપિયા પ્રતિ મહિને લેવામાં આવે છે. આમાં ગ્રાહકોને ઓર્ડરવાળા દિવસે જ ડિલીવરીનું ઓપ્શન આપવામાં આવે છે. આ સાથે એમેઝોનનો પ્રાઈમ મ્યૂઝીક અને વીડિયો એપ મુફ્ત હોય છે. સાથે જ ડિસ્કાઉન્ટ અને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે.
First published: August 1, 2018
વધુ વાંચો
अगली ख़बर