ફ્લિપકાર્ડ પર The Grand Gadget days સેલ શરૂ, મળી રહ્યું છે 80% સુધી વળતર

News18 Gujarati
Updated: April 26, 2019, 1:07 PM IST
ફ્લિપકાર્ડ પર The Grand Gadget days સેલ શરૂ, મળી રહ્યું છે 80% સુધી વળતર
ફ્લિપકાર્ડ પર The Grand Gadget days સેલ શરૂ

26થી 28 એપ્રિલ સુધી ચાલનાર આ સેલમાં તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને એસેસરીઝ પર 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ફ્લિપકાર્ટે 'The Grand Gadget Days' સેલની શરૂઆત કરી છે. 26થી 28 એપ્રિલ સુધી ચાલનાર આ સેલમાં તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને એસેસરીઝ પર 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ખરીદી કરનારને 5 ટકા ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

ફિટ બેંડ્સ અને સ્માર્ટવોચ પર વધુ ડિસ્કાઉન્ટ

આ સેલમાં તમે ઓનર Band 4ને 2,599 રૂપિયામાં ખરીદી શકો છો, કંપનીએ આને 2,999 રૂપિયામાં લોન્ચ કર્યું હતું. સેલમાં Honor Band 3ને તમે 40 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1,799 રૂપિયામાં ખરીદી શકો છો. ઉપરાંત શિયોમી Mi band 3 પણ સેલમાં 1,999ની કિંતમમાં ખરીદી શકાય છે. સાથે જ Mi Band HRX Edition 1,299 રૂપિયામાં ખરીદી શકાય છે.

પાવરબેંક્સ પર પણ છૂટ

સેલમાં તમે શિયોમીની 10000 mAhની પાવરબેંક માત્ર 899 રૂપિયામાં ખરીદી શકો છો. તેની મૂળ કિંમત 1,199 રૂપિયા છે. ઉપરાંત અન્ય કંપનીઓ જેવી કે સિક્કા, ફિલિપ્સ, ઇન્ટેક્સ વગેરે કંપનીઓની પાવરબેંક પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

એપ્પલ વોચ પર પણ છૂટજો તમે એપ્પલ Apple Watch Series 3 ખરીદવા માગો છો તો તમને સિલ્વર એલ્યુમિનિયમ કેસ સાથે Fog Sport band વાળી વોચ માત્ર 23,900 રૂપિયામાં મળી જશે. લોન્ચિંગ દરમિયાન આની કિંમત 28,900 રૂપિયા રાખવામાં આવી હતી. ઉપરાંત સેલમાં Apple Watch Series 3 (GPS) 38mm Space Grey Aluminium case સાથે Black Sport bandને પણ 27,999માં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: Vivo Y17 ટ્રિપલ રિયર કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત

આ પ્રોડક્ટ્સ ઉપરાંત ધ ગ્રાન્ડ ગેજેટ ડેઝ સેલમાં લેપટોપ, બ્લુટૂથ હેડફોન્સ, સ્પીકર્સ, મોબાઇલ એસેસરીઝ, સ્ટાઇલિંગ એન્ડ હેલ્થ કેર પ્રોડક્ટ્સ, કેમેરા, ટેબલેટ, પેનડ્રાઇવ્સ એન્ડ હાર્ડડિસ્ક, કોમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રોડક્ટ, લેપટોપ એસેસરીઝ, ગેમિંગ કિટ પણ ઓછા ભાવમાં ખરીદી શકાય છે.

 
First published: April 26, 2019, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading