Flipkartમાં ચાલી રહ્યો છે સેલ, રૂ.10999માં મળી રહ્યો છે 70,000નો ફોન

News18 Gujarati
Updated: June 18, 2018, 7:36 PM IST
Flipkartમાં ચાલી રહ્યો છે સેલ, રૂ.10999માં મળી રહ્યો છે 70,000નો ફોન
આ સ્માર્ટફોન્સ પર રૂ. 5 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે.

મોંઘા સ્માર્ટફોન ખરીદનારા શોખીન લોકો માટે એક ધમાકેદાર સમાચાર આવી રહ્યા છે

  • Share this:
મોંઘા સ્માર્ટફોન ખરીદનારા શોખીન લોકો માટે એક ધમાકેદાર સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે Flipkart સુપર વેલ્યુ વીક શરૂ થઇ ચુક્યો છે. આ સાઇટ ઉપર સ્માર્ટફોન માટે અનેક પ્રકારની લોભામણી ઓફરો મળી રહી છે. આ ઓફરોની સિલસિલો એક સપ્તાહ સુધી એટલે કે 18થી 24 જૂન સુધી ચાલશે. આ દરમિયાન ફ્લિપકાર્ટ ઉપર ખુબ જ મોંઘા ફોન ઉપર ખાસી છૂટ સાથે ગ્રાહકો ખરીદી શકે છે. જો તમે ઈએમઆઈની સાથે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેમને નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગૂગલનો શાનદાર ફોન ગૂગલ પિક્સલ 2 (128GB)ને તમે માત્ર 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. જેની અસલ કિંમ 70,000 રૂપિયા છે. જ્યારે મોટોરોલા Moto X4 (4GB)ને તમે માત્ર રૂ.6,999માં ખરીદી શકો છો. આ ફોનની અસલ કિંમત આશરે 22,000 રૂપિયા છે.

વાત કરવામાં આવે ગૂગલ ફિક્સલ 2ની તો આ ફોન ઉપર સીધી રૂ.9001ની છૂટ આપવામાં આવી રહી છે. આ સાથે જો તમે HDFC બેંકના કાર્ડ સાથે ખરીદી કરશો તો તમને રૂ. 8000ની કેસબેક અલગથી મળશે.

તમે છ મહિના પછી આ ફોનને ફ્લિપકાર્ટને પાછો આપી શકો છો. વાયબેક વેલ્યુ ઓફર થકી તમારો ફોન 42,000 રૂપિયામાં પાછો લઇ શકાશે. આમ કુલ હિસાબ લગાવવામાં આવે તો આ ફો માત્ર રૂ.10,999માં પડશે. બીજી ઓફરો જાણવા માટે તમે ફ્લિપકાર્ટની સાઇટ ઉપર જઇ શકો છો.
First published: June 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading