સેમસંગના આ એડવાન્સ સ્માર્ટફોન પર મળી રહી છે રૂ.7,000ની છૂટ

News18 Gujarati
Updated: April 11, 2018, 3:06 PM IST
સેમસંગના આ એડવાન્સ સ્માર્ટફોન પર મળી રહી છે રૂ.7,000ની છૂટ

  • Share this:
જો તમે સ્માર્ટફોન ખરીદવા માટે તમે સેલની રાહ જોઇ રહ્યા છો તો આ તમારા માટે સારી તક છે. ફ્લિપકાર્ટ ઉપર સેમસંગ કાર્નિવલ 10 એપ્રિલથી શરૂ થઇ ગયો છે. સેમસંગ પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ અને નો-કોસ્ટ EMIની સાથે આ સેલ 12 એપ્રિલ સુધી ચાલશે. કંપનીના પ્રોડક્ટ્સમાં સ્માર્ટફોન્સ, ટેલિવિઝન, વોશિંગ મશિન્સ, રેફ્રિઝરેટર્સ, એર કન્ડિશનર્સ, ટેબલેટ અને મોબાઇલ એક્સેસરીઝનો સમાવેશ થયા છે.સેમસંગ ગેલેક્સી S7 Edge પર રૂ.7000નું ડિસ્કાઉન્ટ

સેલમાં સેમસંગ ગેલેક્સી S7 Edge 34,900 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોન ઉપર રૂ.7,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોનની અસલ કિંમત રૂ.41,900 છે.સેમસંગ ગેલેક્સી OnNxt પર રૂ.6,000ની છૂટસેમસંગ ગેલેક્સી OnNxtના 3 GB રેમ/ 64 GB સ્ટોરેજ પર રૂ.6,000ની છૂટ આપવામાં આવી રહી છે. આ ફોનને રૂ.17,900માં લોન્ચ કરવામાં આવ્યો છે. જેને હવે રૂ.11,900માં ખરીદી શકાશે. બીજી તરફ આ ફોનની 16 GB સ્ટોરેજ વર્ઝનમાં રૂ.500નો કાપ મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ આ ફોનને રૂ.9,499માં ખરીદી શકાશે.સેમસંગ On 5સેલમાં રૂ.5,990માં ખરીદી શકાશે

સેમસંગ On 5 અસલ કિંમત રૂ.8990 છે જે સેલમાં રૂ.5,990માં ખરીદી શકાશે. સેમસંગ ગેલેક્સ ઓન મેક્સના 4 GB/32GB સ્ટોરેજ વેરિએટ રૂ.12,990માં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. આ ફોનને કંપનીને રૂ.16,900માં લોન્ચ કર્યો હતો.સેમસંગ ગેલેક્સી J3 પ્રો ઉપર 1,500ની છૂટ

સેમસંગ ગેલેક્સી J3 પ્રોના 2GB રેમ/16GB સ્ટોરેજ વેરિએટ ઉપર 1,500ની છૂટ આપવામાં આવી રહી છે. ત્યાર બાદ આ ફોન રૂ.6,990માં ખરીદી શકાશે. આ ઉપરાંત સેમસંગ સ્માર્ટ ટીવીને રૂ.23,999ની શરૂાતી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સેલમાં ટેબલેટ્સની કિંમત રૂ.8,999ની શરૂઆતી કિંમતમાં રજૂ કરવામાં આવી રહ્યો છે.

ICICI બેંક યૂઝર્સને ક્રેડિટ કાર્ટ ડેબિટ કાર્ડ ઉપર 10 % સુધીનું ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ

ICICI બેંક યૂઝર્સને ક્રેડિટ કાર્ટ ડેબિટ કાર્ડના ઉપયોગ કરવા ઉપર 10 % સુધીનું ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જેમાં મહત્તમ ડિસ્કાઉન્ટ રૂ.1,000 મળશે. જોકે, આ સ્કીમનો ફાયદો ઉઠાવવા ઉપર કસ્ટમર્સને ઓછામાં ઓછું રૂ.5,990ની ખરીદી કરવી પડશે.

 
First published: April 11, 2018, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading