Home /News /tech /

iPhone 11 અને iPhone 12 ને સસ્તા ભાવે ખરીદવાનો છેલ્લો દિવસ, ફ્લિપકાર્ટ પર ચાલી રહ્યો છે સેલ

iPhone 11 અને iPhone 12 ને સસ્તા ભાવે ખરીદવાનો છેલ્લો દિવસ, ફ્લિપકાર્ટ પર ચાલી રહ્યો છે સેલ

ફ્લિપકાર્ટ પર iPhone 12 પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે

flipkart sale: આ ઓફર iPhone 11 અને 12 પર ઉપલબ્ધ છે. જો તમે iPhone 13 ખરીદવા માંગતા હો, તો એમેઝોન, ઇમેજિન, ક્રોમા જેવા બહુવિધ પ્લેટફોર્મ્સ પર ડિસ્કાઉન્ટ સાથે iPhone 13 ખરીદી શકો છો.

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. આ સ્માર્ટફોન તમે ફ્લિપકાર્ટ (flipkart sale) પરથી ઓડૅર કરીને મંગાવી શકો છો. ફ્લિપકાર્ટે 6 જુલાઈથી 10 જુલાઈ સુધી ઈલેક્ટ્રોનિક્સ સેલનું આયોજન કર્યું છે અને iPhoneના કેટલાક મૉડલ્સ પર ડિસ્કાઉન્ટ પણ ઑફર કરી રહ્યું છે. આ ઓફર iPhone 11 અને 12 પર ઉપલબ્ધ છે. જો તમે iPhone 13 ખરીદવા માંગતા હો, તો એમેઝોન, ઇમેજિન, ક્રોમા જેવા બહુવિધ પ્લેટફોર્મ્સ પર ડિસ્કાઉન્ટ સાથે iPhone 13 ખરીદી શકો છો.

વધુમાં ફ્લિપકાર્ટે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે CITI બેંક સાથે ભાગીદારી કરી છે. CITI બેંક કાર્ડ્સ પર રૂ. 2,000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઘણી ઑફરો ઉપલબ્ધ છે.

iPhone 11નું ફ્લિપકાર્ટ ડિસ્કાઉન્ટ

સેલ દરમિયાન ફ્લિપકાર્ટ iPhone 11ને 42,999 રૂપિયામાં ઓફર કરી રહ્યું છે, જે 64GB સ્ટોરેજ ધરાવે છે. 128GB સ્ટોરેજ મોડલ 47,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. વધુમાં CITI બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ધરાવતા ખરીદદારોને રૂ. 2000ની છૂટ મળી શકે છે, જે બાદ iPhone 11ની કિંમત ઘટીને રૂ. 40,000 થાય છે.

ફ્લિપકાર્ટ લગભગ રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યું છે, જેથી 40,000ની કિંમતનો આઈફોન એક્સચેન્જ ઓફરમાં 30,000 રૂપિયામાં ખરીદી શકાશે. નોંધનીય છે કે, ફ્લિપકાર્ટ સારી કંડિશનના iPhone XR પર લગભગ રૂ. 10,000 એક્સચેન્જ વેલ્યુ ઓફર કરી રહ્યું છે. અંતિમ એક્સચેન્જ કિંમત ફોનની સ્થિતિ પર સંપૂર્ણપણે આધાર રાખે છે.

શું ખરીદવા માંગો છો સસ્તી ક્રુઝર બાઇક? આ છે શ્રેષ્ઠ વિકલ્પો

iPhone 12 પર ફ્લિપ્કાર્ટનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર iPhone 12 પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. iPhone 12નું 64GB સ્ટોરેજવાળું મોડલ રૂ. 54,999ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. 128GB અને 256GB સ્ટોરેજ મોડલ અનુક્રમે રૂ. 59,999 અને રૂ. 69,999ની કિંમતે ઉપલબ્ધ છે. સાથે જ CITI બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને રૂ. 2000ની છૂટ મળશે, જે બાદ iPhone 12ની કિંમત ઘટીને રૂ. 52,999 થાય છે.

Honda Cityથી લઈને Amaze સુધી, આ કાર્સ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

એટલું જ નહીં ફ્લિપકાર્ટ ગ્રાહકોને રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર પણ ઓફર કરી રહ્યું છે, જે બાદ સ્માર્ટ ફોનની કિંમત 42,000 રૂપિયાની આસપાસ થઇ જાય છે. તેથી જો તમે નવો iPhone લેવાની ઉતાવળમાં છો, તો આ સારો સમય છે. અમારા મતે iPhone 12 લેવો iPhone 11 કરતાં વધુ અર્થપૂર્ણ છે, કારણ કે તે હવે જૂનો ફોન છે. પરંતુ, જો તમે રાહ જોઈ શકતા હોવ તો આ વર્ષના અંતમાં iPhone 14 લોન્ચ થવા સુધી રાહ જુઓ. અમે માનીએ છીએ કે એકવાર iPhone 14 લૉન્ચ થઈ જશે, દર વખતની જેમ જૂના મૉડલની કિંમતમાં આ વખતે પણ નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. દર વર્ષે આવું જ થાય છે.

આઇફોન મોડલ્સ ઉપરાંત ફ્લિપકાર્ટ પોકો, મોટો, વિવો જેવી અન્ય બ્રાન્ડના ઉત્પાદનો પર પણ ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યું છે. એમેઝોને પણ જાહેરાત કરી છે કે તે આ મહિનાના અંતમાં પ્રાઇમ ડે સેલનું આયોજન કરશે.
First published:

Tags: Discount Sale, Flipkart, IPhone, Technology news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन