Home /News /tech /Smartphones Flipkart Sale: ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Smartphones Flipkart Sale: ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Flipkart Sale: જો તમે સસ્તા અને સારા ફોનની તલાશમાં છો તો અહીં અમે તમને 10,000 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર આકર્ષક ઓફર્સ મળે છે.

Flipkart Sale: જો તમે સસ્તા અને સારા ફોનની તલાશમાં છો તો અહીં અમે તમને 10,000 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર આકર્ષક ઓફર્સ મળે છે.

Flipkart Sale: ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ દિવસોમાં સેલ (Flipkart Sale) ચાલી રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સેલમાં તમે 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ સ્માર્ટફોન ખરીદી શકો છો. આ સેલમાં રિયલમી, પોકો, ઇનફિનિક્સ, સેમસંગ જેવી ફેમસ બ્રાન્ડના મોબાઈલ ફોન ખરીદી શકો છો.

જો તમે પણ કોઈ સસ્તા અને સારા ફોનની તલાશમાં છો તો અહીં અમે તમને 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ.

POCO C31 સ્માર્ટફોન

POCO C31 સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે, પરંતુ Flipkart પર 20% ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 9,499 રૂપિયામાં ખરીદી શકાય છે. Paytm વોલેટથી ખરીદી પર 50 રૂપિયાનું કેશબેક મળશે. જો તમે ફ્લિપકાર્ટ Axis Bank ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદો છો, તો તમને 5% નું કેશબેક મળશે. પોકોના આ ફોનને તમે 330 રૂપિયાના સરળ હપ્તા પર પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો: Flipkartની ચકાચક Offer! ફક્ત 6 હજાર રૂપિયામાં ખરીદો Godrejનું Refrigerator

POCO C31 સ્માર્ટફોન બે વેરિઅન્ટ 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ તથા 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ક્ષમતામાં અવેલેબલ છે. 3 જીબી રેમવાળા ફોનને સેલમાં 8499 રૂપિયામાં ખરીદી શકો છો.

poco c31

પોકોના આ ફોનમાં 6.53 ઈંચની HD પ્લસ ડિસ્પ્લે લગાવવામાં આવી છે. આમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે. સાથે 2-2 મેગાપિક્સલના કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 5 MP સેલ્ફી કેમેરા છે. આ ફોનમાં 5000 mAhની બેટરી તથા મીડિયા ટેક Helio G35 પ્રોસેસર છે.

realme c21y

Realme C21Y

Realme C21Y મોબાઈલ ફોનની કિંમત 9,499 રૂપિયા છે. Flipkart પર રિયલમીના આ ફોન પર શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. UPI દ્વારા પેમેન્ટ કરવા પર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. યસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 1000 રૂપિયા સુધીનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય તમને 201 રૂપિયાની કિંમતના બિટકોઈન ગિફ્ટ તરીકે આપવામાં આવશે. આ સાથે, ગાના પ્લસનું સબસ્ક્રિપ્શન 6 મહિના માટે મફતમાં મળશે.

આ પણ વાંચો: BSNLનો Best Plan! 200 રૂપિયાથી ઓછામાં 100 દિવસની વેલિડિટી, રોજ 2GB ડેટા

SAMSUNG Galaxy F12

SAMSUNG Galaxy F12 ફોનની કિંમત માત્ર 9,499 રૂપિયા છે. જો તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો તો તમને 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ વધુ મળી જશે. જો તમે યેસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.

galaxy f21

Samsung Galaxy F12 સ્માર્ટફોન 4 GB RAM અને 64 GB સ્ટોરેજ તથા 4 GB RAM અને 128 GB સ્ટોરેજ ક્ષમતામાં આવે છે. 4 જીબી RAM+128 જીબી વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા છે. આ ડિવાઇસમાં 6.50 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. તેમાં 6000 mAh બેટરી લગાવવામાં આવી છે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેની બેકમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા લગાવવામાં આવ્યો છે, જેમાં 5 MP અને 2-2 MPના સેન્સર છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં Exynos 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન ત્રણ કલર સ્કાય બ્લુ, સી-ગ્રીન અને કેલ્સ્ટિયલ બ્લેકમાં ઉપલબ્ધ છે.
First published:

Tags: Android smartphone, Budget smartphone, Flipkart, Flipkart sale, Gujarati tech news, Mobile and Technology, Smartphone sale, Smartphones