Home /News /tech /Flipkart Refurbished Sale: 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે Apple iPhone, એન્ડ્રોઇડ ફોન પણ સસ્તામાં ખરીદવાનો મોકો
Flipkart Refurbished Sale: 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે Apple iPhone, એન્ડ્રોઇડ ફોન પણ સસ્તામાં ખરીદવાનો મોકો
પ્રતીકાત્મક ફોટો
Flipkart Refurbished Sale: ફ્લિપકાર્ટ સેલમાં ઘણી પોપ્યુલર બ્રાન્ડના રિફર્બિશ્ડ કેટેગરીના ફોન સામેલ છે, જેમાં iPhones અને એન્ડ્રોઇડ બંને ફોન છે. તમને બજેટમાં iPhone 6, 6s Plus, iPhone SE, iPhone 7 અને iPhone 8 મળી જશે.
Flipkart Refurbished Sale: રિફર્બિશ્ડ સ્માર્ટફોન સેલને ફરી ફ્લિપકાર્ટ (Flipkart) પર લાઇવ કરવામાં આવ્યો છે. સેલમાં ઘણી પોપ્યુલર બ્રાન્ડના રિફર્બિશ્ડ કેટેગરીના ફોન સામેલ છે, જેમાં iPhones અને એન્ડ્રોઇડ બંને ફોન છે. સૌથી પહેલા વાત કરીએ એપલની, તો ફ્લિપકાર્ટ સેલમાં તમને બજેટમાં iPhone 6, 6s Plus, iPhone SE, iPhone 7 અને iPhone 8 મળી જશે. તો સેલમાં Redmi, Motorola અને Samsung જેવા ફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, Google Pixel 3a XL પણ આ કેટેગરી હેઠળ ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. આવો જાણીએ કયા ફોનને કેટલી કિંમતમાં ખરીદી શકાય છે.
Apple iPhone 6s
રિફર્બિશ્ડ ગોલ્ડ કલર 64GB વેરિઅન્ટને માત્ર 10,899 રૂપિયામાં ખરીદી શકાય છે. iPhone 6sના 16GB મોડલને ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમાં ટચઆઈડી સાથે 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે. કેમેરા તરીકે, Apple iPhone 6sમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
રિફર્બિશ્ડ Apple iPhone 7 ફ્લિપકાર્ટ પર 14,529 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં iPhone 8 જેવો જ કેમેરા અને સ્ક્રીનનો શેપ છે પરંતુ તેમાં A10 ફ્યુઝન પ્રોસેસર છે.
Google Pixel 3 XL
Google Pixel 3 XL રિફર્બિશ્ડ Google Pixel 3 XL 64GB રેમ સાથે 13,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Pixel 3 XLમાં 6.3 ઇંચ QHD+ ડિસ્પ્લે અને 12.2MP રિયર કેમેરા છે. તેમાં ડ્યુઅલ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
Pixel 3a
આ ફોનનું 64GB મોડલ 10,789 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમાં 5.6 ઇંચની FHD+ ડિસ્પ્લે છે 3 XL જેવો જ રિયર લેન્સ છે, પરંતુ સેલ્ફી માટે આ ફોનમાં માત્ર એક 8 મેગાપિક્સલનો સેન્સર છે. પાવર માટે તેમાં 3,000mAh બેટરી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ રિફર્બિશ્ડ સ્માર્ટફોન પૂરી રીતે કામ કરે છે અને તેની ક્વોલિટી પણ ચેક કરવામાં આવે છે. પ્લેટફોર્મ પર લિસ્ટ થતા પહેલા વપરાયેલ સ્માર્ટફોન 47 ક્વોલિટી ચેકમાંથી પસાર થાય છે. અહીં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કેટલાક રિફર્બિશ્ડ સ્માર્ટફોન્સ વિશે જણાવવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર