Home /News /tech /

5000mAh બેટરી અને 3 રિયર કેમેરા સાથે લૉન્ચ થયો Samsung Galaxy M13, જાણો ફુલ સ્પેસિફિકેશન્સ

5000mAh બેટરી અને 3 રિયર કેમેરા સાથે લૉન્ચ થયો Samsung Galaxy M13, જાણો ફુલ સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy M13 સ્માર્ટફોન લૉન્ચ થઈ ગયો છે.

Samsung Galaxy M13માં ફુલ-એચડી+ રેઝોલ્યુશન સાથે 6.6 ઇંચની ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે છે. તે ઓક્ટા-કોર Exynos 850 ચિપસેટ પર કામ કરે છે, જે 4GB RAM અને 128GB સુધીના સ્ટોરેજ સાથે જોડાયેલ છે.

    Samsung Galaxy M13 Launched: Samsung Galaxy M13 સ્માર્ટફોન લૉન્ચ થઈ ગયો છે. આ સ્માર્ટફોનને હવે ઓફિશિયલ સેમસંગ સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. Galaxy M13 એક ઓક્ટા-કોર Exynos 850 ચિપસેટ પર કામ કરે છે. તે 5,000mAh બેટરીથી સજ્જ છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી શક્યતા છે. આ સ્માર્ટફોનમાં 6.6-ઇંચની ફુલ-એચડી+ ડિસ્પ્લે છે, જેમાં સેલ્ફી કેમેરા વોટરડ્રોપ નોચમાં ફિટ કરવામાં આવ્યો છે. LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ છે.

    Samsung Galaxy M13 Specifications

    Samsung Galaxy M13 માં ફુલ-એચડી+ રેઝોલ્યુશન સાથે 6.6 ઇંચની ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે છે. તે ઓક્ટા-કોર Exynos 850 ચિપસેટ પર કામ કરે છે, જે 4GB RAM અને 128GB સુધીના સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. સેમસંગનો આ સ્માર્ટફોન Android 12 પર આધારિત One UI 4.1 પર ચાલે છે.

    આ પણ વાંચો: 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ 5 ફોન, મળશે 5000mAh બેટરી અને ટ્રિપલ રિયર કેમેરા

    આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં f/1.8 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, f/2.2 અપર્ચર સાથે 5-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને f/2.4 અપર્ચર સાથે 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો ફિક્સ્ડ-ફોકસ કેમેરા મળે છે, જે f/2.2 અપર્ચરને સપોર્ટ કરે છે.

    હેન્ડસેટનું ડાયમેન્શન 76.9x165.4x8.4mm છે અને વજન લગભગ 192g છે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આમાં સેમસંગ નોક્સ મોબાઇલ સિક્યોરિટી પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. તે 4G LTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi (2.5Ghz/5GHz), અને બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. સેન્સર્સ વિશે વાત કરીએ તો તેમાં એક્સેલરોમીટર, ફિંગરપ્રિન્ટ સેન્સર, જીઓમેગ્નેટિક સેન્સર, વર્ચ્યુઅલ લાઇટ સેન્સિંગ અને વર્ચ્યુઅલ પ્રોક્સિમિટી સેન્સિંગ વગેરેનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: ભારતમાં 6000mAh બેટરી સાથે લૉન્ચ થયો આ પાવરફુલ સ્માર્ટફોન, કિંમત માત્ર 8,499 રૂપિયા

    સેમસંગ ગેલેક્સી M13 ની કિંમત

    સેમસંગ લિસ્ટિંગમાં આ હેન્ડસેટની કિંમત વિશેની માહિતી સામેલ નથી. પરંતુ, તેની કિંમત રૂ. 15,000 થી ઓછી હોવાની અપેક્ષા છે. જણાવી દઇએ કે સેમસંગ Galaxy M12 ની શરૂઆતની કિંમત 12,999 રૂપિયા હતી. Samsung Galaxy M13 ડીપ ગ્રીન, લાઇટ બ્લુ અને ઓરેન્જ કોપર કલર ઓપ્શનમાં આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Budget smartphone, Gujarati tech news, Mobile and Technology, Samsung, Samsung-galaxy

    આગામી સમાચાર