Home /News /tech /Flipkart પર 75% સસ્તા મળી રહ્યા છે Apple iPhone, જાણો Price અને Features
Flipkart પર 75% સસ્તા મળી રહ્યા છે Apple iPhone, જાણો Price અને Features
Flipkart પર Apple iPhone 75% ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે.
Apple iPhone Cheapest Price: તમે એપલ આઈફોન (Apple iPhone) લેવા માગતા હો તેને સસ્તામાં ખરીદવાની તક ફ્લિપકાર્ટ (Flipkart) આપી રહ્યું છે. આ ઈ-કોમર્સ પોર્ટલ ઉપર એપલના ઘણાં આઈફોન વેચાણ માટે અવેબેલ છે.
નવી દિલ્હી. ફ્લિપકાર્ટ (Flipkart) પર 75 ટકા ડિસ્કાઉન્ટે Apple આઈફોન (Apple iPhone) લેવાનો શાનદાર મોકો તમારી પાસે છે. અહીં iPhone SE, આઈફોન S6 અને આઈફોન 6 બહુ ઓછી કિંમતે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એટલું જ નહીં, તમે આઈફોન 7 અને 7 Plus પણ ખરીદી શકો છો. Appleના આ મોબાઇલ રીફર્બિશ્ડ મોબાઇલ (Refurbished Apple iPhones) છે.
તમને કદાચ પ્રશ્ન થયો હશે કે રીફર્બિશ્ડ મોબાઇલ એટલે શું? (What Is Refurbished Mobile?) રીફર્બિશ્ડ મોબાઇલ સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ હોય છે જે ગ્રાહકે મોબાઇલમાં કોઈ મુશ્કેલી પડતા કંપનીને પાછા આપ્યા હોય છે. તેને વિક્રેતા કંપની બ્રાન્ડ અને સર્ટિફાઇડ એજન્ટ્સ રિપેર કરીને નવા મોબાઇલ ફોન જેવી વર્કિંગ સ્થિતિમાં વેચાણ માટે મૂકે છે. કંપનીઓ રીફર્બિશ્ડ ફોન ઉપર નવા ફોન જેવી જ વોરન્ટી પણ આપે છે. આવો જાણીએ કે ફ્લિપકાર્ટ પર કયા એપલ આઈફોન મળી રહ્યા છે.
iPhone 7 (Apple iPhone 7 Features)
Apple iPhone 7 Flipkart ઉપર વેચાણ માટે ઉપલબ્ધ છે. iPhone 7માં 4.7-ઇંચની રેટિના ડિસ્પ્લે છે. તેમાં 12 MP રિયર કેમેરા અને 7 MP ફ્રન્ટ કેમેરા છે. તમને 32 જીબી સ્ટોરેજ સાથેનો iPhone 7 રૂ. 13,699માં મળી રહ્યો છે. 128 GB વેરિઅન્ટ (Apple iphone 7 Price) ફ્લિપકાર્ટ પર રૂ. 16,999માં ઉપલબ્ધ છે.
16 GB iPhone S6 ની કિંમત ઈ-કોમર્સ પોર્ટલ પર 9,899 રૂપિયા છે. તેમાં પણ 4.7 ઇંચની ડિસ્પ્લે છે. તેમાં 5 MP સેલ્ફી કેમેરા અને 12 MP (Apple iphone S6 Rear Camera) રિયર કેમેરા છે. તેમાં A9 ચિપસેટ છે. S6 32 GB 11,989 રૂપિયામાં ઉપલબ્ધ છે. 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,899 રૂપિયા અને 128 GB ની કિંમત 13,699 રૂપિયા રાખવામાં આવી છે. iPhone SEમાં 4 ઇંચની ડિસ્પ્લે છે. તેમાં 12MP બેક કેમેરા (Apple iphone S6 Camera) અને 1.2MP સેલ્ફી કેમેરા છે. તેમાં A9 ચિપસેટ પણ છે. તેના 64 જીબી વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે. 16 જીબી અને 32 જીબીની કિંમત 8499 રૂપિયા રાખવામાં આવી છે.
Apple iPhone 7 Plus (Apple iPhone 7 Plus Features)
ફ્લિપકાર્ટ પર રીફર્બિશ્ડ iPhone 7 Plusની કિંમત (Appe iphone 7 plus price) 23,999 રૂપિયા રાખવામાં આવી છે. iPhone 7માં 5.5 ડિસ્પ્લે છે. જો રિયર કેમેરાની વાત કરીએ તો તેમાં 12-12 MPના બે કેમેરા છે. સેલ્ફી માટે 7 એમપી કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં A10 ચિપસેટ છે. iPhone 7ના 32 GB વેરિઅન્ટની કિંમત 16,899 રૂપિયા રાખવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર