15 દિવસ સુધી પ્રીમિયમ સ્માર્ટફોન વાપરો, પસંદ ન પડે તો પૂરા પૈસા પરત! જાણો ઑફર વિશે

સેમસંગ સ્માર્ટફોન (ફાઇલ તસવીર)

Love It or Return It: સેમસંગના ફોલ્ડેબલ ડિવાઇસ જેવા કે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 (Samsung Galaxy Z Fold 3) અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 (Samsung Galaxy Z Flip 3)ને ટેસ્ટિંગ માટે ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: ફ્લિપકાર્ટ (Flipkart offer) તરફથી પોતાના ગ્રાહકો માટે ખાસ ઑફર શરૂ કરવામાં આવી છે. યૂઝર્સ હવે સ્માર્ટફોનની ખરીદી બાદ 15 દિવસ સુધી તેનો ટેસ્ટિંગ તરીકે ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન જો ગ્રાહકને ફોન પસંદ ન પડે તો તેને પરત કરી શકે છે. એટલું જ નહીં, ગ્રાહકને ફોનની સંપૂર્ણ કિંમત પણ પરત મળી જશે. જોકે, આ ઑફર તમામ સ્માર્ટફોન પર નથી આપવામાં આવી. આ ઑફર ફક્ત પ્રીમિયમ સ્માર્ટફોન (Premium smartphones) પર છે. 'લવ ઇટ ઓર રિટર્ન ઇટ' (Love It or Return It) નામની આ કાર્યક્રમ હેઠળ શરૂઆતમાં ફ્લિપકાર્ટ અને સેમસંગ (Samsung) વચ્ચે એક મોટી ડીલ થઈ છે.

    કાય કયા શહેરના ગ્રાહકો આ ઑફરનો લાભ લઈ શકાશે?

    સેમસંગના ફોલ્ડેબલ ડિવાઇસ જેવા કે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 (Samsung Galaxy Z Fold 3) અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 (Samsung Galaxy Z Flip 3)ને ટેસ્ટિંગ માટે ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ફ્લિપકાર્ટનો આ કાર્યક્રમ હાલ બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને વડોદરા શહેરમાં ચાલી રહ્યો છે.

    સેમસંગ ગેલેક્સીના આ બંને સ્માર્ટફોનની કિંમત 1 લાખ રૂપિયાથી વધારે છે. આ યોજનાની લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ ફ્લિપકાર્ટ મારફતે ઑર્ડર આપવો પડશે. જે બાદમાં આ ડિવાઇસને 15 દિવસ સુધી વાપરવાની છૂટ આપવામાં આવશે. આ દરમિયાન જો ગ્રાહકોને ફોન પસંદ નથી પડતો તો તેને પરત કરી શકે છે. પરત લેતી વખતે કંપની એ વાતની ચકાસણી કરશે કે ફોન સારી સ્થિતિમાં છે કે નહીં. યોગ્ય તપાસ બાદ ગ્રાહકને સંપૂર્ણ રકમ પરત આપી દેવામાં આવશે.

    રિફંડ કેવી રીતે મેળવશો?

    >> સૌથી પહેલા ફ્લિપકાર્ટ દ્વારા આપવામાં આવેલી રિટર્ન રિક્વેસ્ટ વેબ લિંક પર ક્લિક કરો.
    >> એપમાં લોગિન કરવા માટે માન્ય IMEI નંબર દાખલ કરો.
    >>  હવે યૂઝરે પોતાની અંગત જાણકારી અને બેંકની વિગત ભરવાની રહેશે.
    >> જે બાદમાં એક ટિકિટ જનરેટ થશે. સાથે જ યૂઝરને એક ઇમેઇલ મળશે. આ ઇમેઇલ મારફતે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે, જે ફોનમાં તપાસ કરશે કે બધું બરાબર છે કે નહીં.
    >> આ તપાસ બાદ ફોનને પરત લેવા માટે કંપની તરપથી યૂઝરનો સંપર્ક કરવામાં આવશે.
    >> ફોન પરત લેવામાં આવ્યાના સાત દિવસમાં રિફંડ મળી જશે.

    આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

    જો તમે ઉપરના કોઈ શહેરમાં રહો છો અને સેગમંગના પ્રીમિયમ ફોનનો ઉપયોગ કરવા માંગો છો તો તમે પણ આ ઑફરનો લાભ ઉઠાવી શકો છો. 15 દિવસ સુધી આ સ્માર્ટફોનનો ઉપયોગ કર્યાં બાદ તમને કોઈ મુશ્કેલી નડી રહી છે અથવા ફોન પસંદ નથી આવતો તો તમે તેને પરત કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: