એક્સિસ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ખરીદી પર 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફરોમાં પણ ખરીદી શકાય છે.
ફ્લિપકાર્ટ ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલની શરૂઆત થઇ ચુકી છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહક ઇલેક્ટ્રોનિક, ગેજેટ, ફેશન અને ઘરેલુ ઉપકરણો અડધી કિંમતે ખરીદી શકે છે. આ ઉપરાંત એક્સિસ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ખરીદી પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ વેચાણમાં ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફરોમાં પણ પ્રોડક્ટ ખરીદી શકાય છે.
ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધી છૂટ
ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સેલમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 80% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને સેલમાં સોની, જેબીએલ હેડફોન્સ અને સ્પીકર્સ પર 70% ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલું જ નહીં HP, Acer જેવા લેપટોપ્સને 12,990 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.
સેલમાં ગ્રાહકો સિસ્કની પાવર બેન્ક, મોબાઇલ કેસ અને ફોન એસેસરીઝને 99 રૂપિયાની પ્રારંભિક કિંમત પર ખરીદી શકે છે. આ કેટેગરીમાં યૂઝર્સને no-cost EMI નો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે.
ફેશન પ્રોડક્ટ્સ પર 80% ડિસ્કાઉન્ટ
ફ્લિપ સ્ટાર્ટ ડેઝમાં ફેશન ઉત્પાદનો પર 40-80% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં 1000 થી વધુ ફેશન બ્રાન્ડ્સ છે. બ્યૂટી, બેબી કેર વગેરે જેવા ઉત્પાદનો પર 80% ડિસ્કાઉન્ટ્સનો લાભ ઉઠાવી શકાય છે.
ટીવી પર 75% ડિસ્કાઉન્ટ
સેલ અને ટીવી ઉપકરણો પર 75% જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. સેલમાં Vu Smart HD TV (32 ઇંચ)ને 12,499 રુપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. ઉપરાંત એસી, ફ્રિજ પર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ઘર અને ફર્નિચર કેટેગરી ઉત્પાદનો પર 30-75% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર