Flipkart Big Billion Day : સ્માર્ટફોન્સ પર મળી રહી છે આકર્ષક છૂટ
Flipkart Big Billion Day : સ્માર્ટફોન્સ પર મળી રહી છે આકર્ષક છૂટ
ફ્લિપકાર્ટ પ્રતિકાત્મક તસવીર
Flipkart Festive sale season: ફ્લિપકાર્ટ લઈને આવી રહ્યું છે બિગ બિલિયન ડેઝ સેલ (Flipkart Big Billion Day). ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ ટૂંક સમયમાં જ શરુ થવા જઈ રહ્યો છે. ફ્લિપકાર્ટ વેચાણની (Flipkart sale date) શરૂઆત ક્યારે કરશે તેની તારીખો હજુ સુધી જાહેર કરી નથી.
તહેવારો ટાણે સેલની સીઝનમાં (Festive sale season) મોટી મોટી ઈ-કોમર્સ કંપનીઓ તહેવારોમાં ( E-commerce companies Festive sale) મોટા મોટા સેલ લઈને આવે છે. તો તૈયાર થઇ જાવ ફ્લિપકાર્ટ તમારી (Flipkart Festive sale) માટે લઈને આવી રહ્યું છે વર્ષનો સૌથી મોટો સેલ. જી હાં, ફ્લિપકાર્ટ લઈને આવી રહ્યું છે બિગ બિલિયન ડેઝ સેલ. ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ ટૂંક સમયમાં જ શરુ થવા જઈ રહ્યો છે. ફ્લિપકાર્ટ વેચાણની શરૂઆત ક્યારે કરશે તેની તારીખો હજુ સુધી જાહેર કરી નથી.
પરંતુ સ્માર્ટફોનની ડીલ જાહેર કરીને વાર્ષિક ઇવેન્ટ પ્રમોટ કરી રહી છે. ફ્લિપકાર્ટે સ્માર્ટફોન Moto Edge 20 Fusion, Poco X3 Pro, Infinix Hot 10s અને, Asus ROG Phone 3 માટે ઓફર જાહેર કરી છે.
પરંતુ હજી સંપૂર્ણ ખુલાસો આવ્યો નથી પણ ટૂંક જ સમયમાં આવે તેવી શક્યતા છે. બિગ બિલિયન ડેઝ સેલ શરું થાય ત્યારથી જ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ હોય છે. અને કેટલીક બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ પર ઘણું ડિસ્કાઉન્ટ મળશે.
Moto Edge Fusion 20
Moto Edge Fusion 20 ની લોન્ચ કિંમત બેઝ વેરિએન્ટ માટે 21,499 રૂપિયા છે. ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે સેલમાં Moto Edge Fusion 20 ની કિંમત 19,999 રૂપિયા રાખી છે. ફ્લિપકાર્ટ તમને આ સ્માર્ટ ફોનની કિંમતમાં 1,500 રૂપિયા ઓછી કિંમતમાં આપશે. અને જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો બેંક ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે.
Poco X3 Pro
Poco X3 Pro વર્ષની શરૂઆતમાં લોન્ચ થયો છે. જેની શરૂઆતની કિંમત 18,999 રૂપિયા હતી. પરંતુ ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલમાં Poco X3 Pro ની કિંમત 16,999 રૂપિયા રાખી છે. ફ્લિપકાર્ટ તમને આ સ્માર્ટ ફોનની કિંમતમાં 2,000 રૂપિયા ઓછી કિંમતમાં આપશે. અને જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો બેંક ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે.
Infinix Hot 10s
Infinix Hot 10s ની કિંમત 12,999 રૂપિયા હતી અને આ સ્માર્ટફોન આ વર્ષની શરૂઆતમાં જ લોન્ચ થયો હતો. પરંતુ ફ્લિપકાર્ટ Infinix Hot 10s 9,499 રૂપિયામાં ઓફર કરશે.
Asus ROG Phone 3
Asus ROG Phone 3 બેઝ વેરિએન્ટની લોન્ચ કિંમત 49,999 રૂપિયા હતી, પરંતુ ભારતમાં આરઓજી ફોન 5 લોન્ચ થયા બાદ કંપનીએ કિંમતમાં ઘટાડો કર્યો હતો. ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે સેલમાં Asus ROG Phone 3 ની કિંમત 3 34,999 રૂપિયા રાખી છે. જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો બેંક ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર