Flipkart Big Diwali Sale: ફ્લિપકાર્ટ દિવાળી સેલ શરૂ, આ સ્માર્ટફોન્સ પર મળી રહી છે બમ્પર છૂટ

Flipkart Big Diwali Sale: ફ્લિપકાર્ટ દિવાળી સેલ શરૂ, આ સ્માર્ટફોન્સ પર મળી રહી છે બમ્પર છૂટ
ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં આ 10 સ્માર્ટફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, આ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે

ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં આ 10 સ્માર્ટફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, આ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે

  • Share this:
    નવી દિલ્હીઃ જાણીતા શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર બિગ દિવાળી સેલ (Big Diwali Sale) ગુરૂવારથી શરૂ થઈ ગયો છે. આ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર હાલમાં 17થી 21 ઓક્ટોબર સુધી બિગ બિલિયન ડેઝ સેલ ખતમ થયો હતો. ફેસ્ટિવ સીઝનને ધ્યાને લેતાં ફ્લિપકાર્ટે સેલ દરમિયાન શાનદાર ઓફર્સની જાહેરાત કરી છે. આવો જાણીએ બિગ દિવાળી સેલ (Flipkart Big Diwali Sale)માં સ્માર્ટફોન્સ પર મળનારી શ્રેઊઠ ડીલ્સ વિશે...

    iPhone SE


    હાલમાં ખતમ થયેલા બિગ બિલિયન ડેઝ સેલમાં ભારે ડિસ્કાઉન્ટના કારણે આઇફોનની ઘણી ડિમાન્ડ રહી. બીજી તરફ iPhone SE ફિલ્પકાર્ટના નવા સેલમાં 32,900 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.

    iPhone XR
    ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં iPhone XR પર 8000 રૂપિયા સુધીની છૂટ મળશે. 47,900 રૂપિયાની ઓરિજિનલ કિંમતવાળા આ આઇફોન સેલમાં 39,999 રૂપિયામાં વેચવામાં આવશે.

    LG G8x
    બિગ દિવાળી સેલમાં આ ફોનને તમે 70,000 રૂપિયાને બદલે તમે માત્ર 24,990 રૂપિયામાં ખરીદી શકો છો. 6GB રેમ અને 128GBના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ડ્યૂઅલ સ્ક્રીન ફોનની શ્રેષ્ઠ ડીલના કારણે તમે ચોક્કસ ખરીદવાનું પસંદ કરશો.

    આ પણ વાંચો,ઓડિશા બાદ બંગાળમાં મળ્યો દુર્લભ પ્રજાતિનો પીળા રંગનો કાચબો, જોઈને બધા હેરાન

    Samsung Galaxy Note 10+
    સેમસંગનો આ જોરદાર ફોન સેલમાં 59,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઓફિશિયલ કિંમતથી ઘણી ઓછી છે.

    Moto G9
    સેલમાં આ ફોન 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Moto G9માં 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

    Moto E7 Plus
    મોટોરોલા પોપ્યૂલર બજેટ સ્માર્ટફોન Moto E7 Plus સેલમાં 8,999 રૂપિયામાં ખરીદી શકો છો.

    Motorola one fusion+
    આ ફોન ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો, ભારતીય સેનાએ બનાવી WhatsApp અને Telegram જેવી સ્વદેશી App, નામ છે SAI

    બેન્ક ઓફર્સ
    ફ્લિપકાર્ટના સેલમાં અનેક બેન્ક ઓફર્સ અને નો-કોસ્ટ EMI (no-cost EMI)ની સુવિધા પૂરી પાડી રહી છે. આ દરમિયાન Axis બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર EMI ટ્રાન્જેક્શન ઉપર પણ મળી રહ્યું છે. જેનો ગ્રાહક લાભ લઇ શકે છે. HDFC, ICICI, SBI જેવી મોટી બેન્કોની સાથે ગ્રાહક Bajaj Finserv પર no-cost EMIs પણ લઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 30, 2020, 07:47 am