Flipkartના આ સેલમાં ફેશન પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 80% ડિસ્કાઉન્ટ

ગ્રાહકો આ સેલમાં 19 મે સુધી ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, સ્માર્ટફોન્સ, હોમ ફર્નિચર, કપડાં પર બંપર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.

News18 Gujarati
Updated: May 15, 2019, 10:11 AM IST
Flipkartના આ સેલમાં ફેશન પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 80% ડિસ્કાઉન્ટ
ગ્રાહકો આ સેલમાં 19 મે સુધી ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, સ્માર્ટફોન્સ, હોમ ફર્નિચર, કપડાં પર બંપર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
News18 Gujarati
Updated: May 15, 2019, 10:11 AM IST
Flipkart Big Shopping Days Sale માં આજથી વેચાણ શરૂ થયું છે. આ સેલમાં ગ્રાહકો 19 મે સુધી ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, સ્માર્ટફોન, હોમ ફર્નિચર, કપડા પર બંપર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો માટે આ સેલ 14 મેના રોજ શરુ થઇ ગયો હતો.

સસ્તામાં ખરીદો સ્માર્ટફોન

મોબાઇલ અને ટેબલેટ કેટેગરીમાં કંપની અત્યાર સુધીમાં સૌથી ઓછી કિંમતની ઓફર કરી રહી છે. ગ્રાહકો સેમસંગ ગેલેક્સી J6 ને માત્ર 9,490 રૂપિયામાં ખરીદી શકે છે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ રેડમી નોટ 7 ને 11,999 રુપિયામાં ખરીદી શકો છો. નોકિયા 6.1 પ્લસ માટે તમારે રૂ. 12,999 ચૂકવવા પડશે.

ફેશન પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ 1000 થી વધુ બ્રાન્ડ્સ પર 50% થી 80% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ફ્લિપકાર્ટે અલગ અલગ કેટેગરી બનાવી છે. આમા ફ્લેટ 80%, ફ્લેટ 70%, ફ્લેટ 60% અને ફ્લેટ 50% જેવી ઓફર છે. મહિલા બ્રાન્ડ્સ જેમ કે વેરમોડા પર ઓછામાં ઓછું 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે આ ડિસ્કાઉન્ટ ટોપ, ડ્રેસ, જીન્સ પર છે. એલેનોસ્લી, સ્કેચર્સ, સ્પાર્કસ જેવી બ્રાન્ડ પર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો તમે આ સેલમાં ઘડિયાળ ખરીદવા માંગો છો તો ફાસ્ટ ટ્રેક, ટાઇટન અને કેસિઓ જેવી બ્રાન્ડ 80% ના ડિસ્કાઉન્ટ મળી રહી છે.

આ પણ વાંચો: Instagram લોન્ચ કરી રહ્યું છે આ કમાલનું ફિચર

ઇલેક્ટ્રોનિક્સને ખૂબ સસ્તામાં ખરીદવાની તક

જો તમે ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાની તૈયારીમાં છો, તો આ તમારા માટે એક સારી તક હોઈ શકે છે. જેબીએલ, સોની અને અન્ય બ્રાન્ડના હેડફોન્સ પર 60 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડીએસએલઆર અને મિરરલેસ કેમેરાની કિંમત રૂ. 20,000 થી પણ ઓછી છે. Core i5 થિન અને લાઇટ લેપટોપની કિંમત 29,930 રૂપિયાથી શરૂ થઈ રહી છે.

અલગથી છે આ ફાયદો

ફ્લિપકાર્ટે એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરી છે. તમે એચડીએફસી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને અલગથી 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
First published: May 15, 2019
વધુ વાંચો अगली ख़बर