નવી દિલ્હીઃ ઓનલાઇન શોપિંગ સાઇટ Flipkart પોતાના ગ્રાહકો માટે અનેકવાર ધમાકેદાર ઓફર લઈને આવતી રહે છે. જેને કારણે ગ્રાહકો પણ દિલ ખોલીને શોપિંગ કરે છે. ફ્લિપકાર્ટ ફરી એકવાર બમ્પર સેલનું આયોજન કરી રહ્યું છે. આ સેલમાં અનેક પ્રોડક્ટર પર 70% સુધીની છૂટ મળશે. આ સેલ 18 ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. તેનું નામ ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ (Flipkart big saving days sale) છે. વર્ષ 2020નું આ છેલ્લું સેલ 18થી 22 ડિસેમ્બર સુધી ચાલશે.
આ પ્રોડક્ટસ પર મળશે ધમાકેદાર ઓફર
આ સેલમાં અનેક પ્રોડક્ટસ જેમકે, મોબાઇલ, ટીવી, કેમેરા, સ્માર્ટવૉચ, લેપટોપ, હેડફોન્સ, ઇયરફોન્સ, ઇયરબડ્સ, ફીટનેસ બેન્ડ, ટ્રિમર, સ્પીકર્સ, પાવર બેન્ક, વોશિંગ મશીન, કોમ્પ્યૂટરની સાથે ફેશન અને ઘરના સામાન પર બમ્પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડિસ્કાઉન્ટ ઉપરાંત કંપની બીજી ઓફર્સ પણ આપી રહી છે. ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આ સેલ 17 ડિસેમ્બરથી જ શરૂ થઈ ગયો છે.
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન તમે એસબીઆઈના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદી પર 10 ટકાની વધારાની છૂટ મેળવી શકો છો. આ સેલ દરમિયાન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ પર 70 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. સાથોસાથ જ એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા પણ મળશે.
આ ફોન મળશે સસ્તામાં
આ સેલમાં તમે રિયલમી Realme 6iને માત્ર 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ Realme Narzo 20 Proને માત્ર 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાં તમે રેડમીનો ફેમસ મોબાઇલ Redmi 9i માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Apple iPhone XR અને iPhone SE ઉપર પણ છૂટ મળશે.
IPhone SEને 32,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે અને iPhone XRને 38,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ હશે. અન્ય ઇલેક્ટ્રોનિક શ્રેણીઓની પ્રોડક્ટ્સમાં, ફ્લિપકાર્ટ લેપટોપ પર 40% સુધી, હેડફોન અને સ્પીકર પર 70% સુધી, સ્માર્ટ વેરેબલ્સ પર 50% સુધી અને ટેલીવીઝન પર 65% સુધીની છૂટ મળશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર