Home /News /tech /

ફ્લિપકાર્ટના સેલનો છેલ્લો દિવસ! Realme 8, Mi 10T 5G જેવા ફોન પર મેળવો ભારે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના સેલનો છેલ્લો દિવસ! Realme 8, Mi 10T 5G જેવા ફોન પર મેળવો ભારે ડિસ્કાઉન્ટ

Realme 8

Flipkart Big Saving Days: આ સેલમાં Realme 8 ફોન પર રૂ.1,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આ ફોન તમે રૂ. 13,999માં ખરીદી શકશો.

    નવી દિલ્હી: Flipkart Big Saving Daysનો આજે એટલે કે 9 ઓગસ્ટે છેલ્લો દિવસ છે. આ સેલમાં જે ગ્રાહક Axis બેન્ક અને ICICI બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરશે, તેમને ઈન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ 5 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, આજે આ સેલનો છેલ્લો દિવસ છે. આ સેલમાં સ્માર્ટ ટીવી (Smart TV) પર ઑફર આપવામાં આવી રહી છે. જેમાં Blaupunkt પ્રીમિયમ ટીવી મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પ્રીમિયમ ટીવી મોડલમાં 32 ઈંચ HD રેડી સાઈબર સાઉન્ડ એન્ડ્રોઈડ ટીવી, 42 ઈંચ FHD એન્ડ્રોઈડ ટીવી સામેલ છે. Flipkart Big Saving Days સેલમાં મળતી બેસ્ટ સ્માર્ટફોન ઓફરની જાણકારી અહીં જણાવવામાં આવી છે.

    Realme 8:

    આ સ્માર્ટફોનની કિંમત રૂ. 14,999 છે. આ સેલમાં Realme 8 ફોન પર રૂ.1,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આ ફોન તમે રૂ. 13,999માં ખરીદી શકશો.

    Asus ROG Phone 3:

    આ ફોન રૂ. 49,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ સેલમાં આ ફોન પર રૂ. 10,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમારે આ ફોન ખરીદવા માટે માત્ર રૂ. 39,999 ચૂકવવા પડશે.

    iPhone 12:

    એપલ આઈફોન 12 રૂ. 79,900માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તમે iPhone 12 રૂ. 72,999માં ખરીદી શકો છો.

    Poco M3:

    કંપનીએ આ ફોન રૂ. 10,999માં લોન્ચ કર્યો હતો. તમે Flipkart Big Saving Daysમાં આ ફોન રૂ. 10,499માં ખરીદી શકો છો.

    Realme Narzo 30 Pro:

    Realme અનુસાર આ સ્માર્ટફોન રૂ. 16,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટના સેલમાં તમારે આ સ્માર્ટફોન માટે રૂ. 15,499 ચૂકવવાના રહેશે.

    Motorola Razr 5G:

    કંપનીએ આ સ્માર્ટફોન રૂ. 1,24,999માં લોન્ચ કર્યો હતો. આ સેલમાં આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે ફ્લિપકાર્ટના સેલમાં આ સ્માર્ટફોન રૂ. 54,999માં ખરીદી શકો છો.

    આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિકથી ધમધમતા રોડ પર રૂ.16.30 લાખની લૂંટ, આખો બનાવ સીસીટીવીમાં કેદ, જુઓ વીડિયો

    Mi 10T 5G:

    માર્કેટમાં આ સ્માર્ટફોન રૂ. 34,999 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન ખરીદવા માટે તમારે માત્ર રૂ. 24,999 ચૂકવવાના રહેશે.

    iPhone 11:

    એપલ આઈફોન 11 રૂ. 48,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ સેલમાં તમે આ ફોન માત્ર રૂ. 54,900માં ખરીદી શકો છો.
    First published:

    Tags: Flipkart, Realme 8, Sale, અમેઝોન, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन