Flipkart Big Saving Days vs Amazon Summer Sale 2022: સેલમાં આ રીતે મેળવો હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Flipkart Big Saving Days vs Amazon Summer Sale 2022: સેલમાં આ રીતે મેળવો હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ અને એમેઝોન પર સેલનું આયોજન થઈ રહ્યું છે. (Image credit- Flipkart)
ફ્લિપકાર્ટ પર પ્લસ મેમ્બર્સ માટે આજથી બિગ સેવિંગ ડેઝ (Flipkart Big Saving Days) સેલ શરુ થઈ ગયું છે અને અન્ય યુઝર્સ માટે તે 3 મેથી શરુ થઇને 8 મે સુધી ચાલશે. જો એમેઝોનની વાત કરીએ તો એમેઝોન સમર સેલ (Amazon Summer Sale) 4 મે થી શરુ થશે.
Flipkart Big Saving Days vs Amazon Summer Sale 2022: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) પર સેલનું આયોજન થઈ રહ્યું છે. જ્યાં ફ્લિપકાર્ટ પર પ્લસ મેમ્બર્સ માટે આજથી બિગ સેવિંગ ડેઝ (Flipkart Big Saving Days) સેલ શરુ થઈ ગયું છે અને અન્ય યુઝર્સ માટે કાલે એટલે કે 3 મે થી શરુ થઈને 8 મે સુધી ચાલશે. જો એમેઝોનની વાત કરીએ તો એમેઝોન સમર સેલ (Amazon Summer Sale) 4 મે થી શરુ થશે અને કઈ તારીખ સુધી રહેશે એ વાતની કોઈ જાણકારી નથી.
આ બંને સેલ દરમિયાન તમે લેટેસ્ટ સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, હોમ અપ્લાયન્સીસ જેમ કે, ફ્રિજ, એસી, ઈયરબડ્સ સહિતના ગેજેટ્સ ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી કઈ વેબસાઇટ પોતાના યુઝર્સને વધારે બેનિફિટ્સ આપી રહી છે.
બેંક ઓફર તરીકે એમેઝોન સમર સેલમાં ગ્રાહક ICICI બેંક, Kotak બેંક અને RBL ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ક્રેડિટ/ડેબિટ ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર વધારાના 10 ટકા ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટથી બચત કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને બજાજ ફિનસર્વ પર નો-કોસ્ટ-ઈએમઆઈનો લાભ પણ મળશે. ગ્રાહક એક્સચેન્જ ઓફર સાથે અન્ય મુખ્ય ક્રેડિટ/ડેબિટ કાર્ડથી જોરદાર લાભ મેળવી શકે છે.
બેંક ઓફરની વાત કરીએ તો, ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં SBI ક્રેડિટ કાર્ડ ગ્રાહક ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તો ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં Flipkart Axis Bank Card દ્વારા પેમેન્ટ પર 5 ટકાનું અનલિમિટેડ કેશબેક મેળવી શકે છે. ગ્રાહક પોતાના જૂના કે વર્તમાન ડિવાઇસને એક્સચેન્જ કરીને પણ છૂટ મેળવી શકે છે.
જો તમે ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર છો તો આજથી જ સેલની શરૂઆતમાં ખરીદી કરી શકો છો અને વધુમાં વધુ લાભ મેળવી શકો છો, તો સામાન્ય યુઝર્સ માટે કાલથી ફાયદાનો સોદો શરુ થશે. જો તમે એમેઝોન સેલની રાહ જોઈ રહ્યા છો, તો એ 4 મે થી શરુ થશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર