Home /News /tech /આ તારીખથી શરુ થઇ રહ્યો છે Flipkart Big Dussehra Sale, અડધાથી ઓછી કિંમતમાં કરો શોપિંગ

આ તારીખથી શરુ થઇ રહ્યો છે Flipkart Big Dussehra Sale, અડધાથી ઓછી કિંમતમાં કરો શોપિંગ

ફ્લિપકાર્ટ દશેરા સેલ

Flipkart Dussehra sale 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે. સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ઈયરબડ, સ્માર્ટ વોચ અને ઈલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સીસ જેવી કેટેગરી સસ્તામાં ખરીદી શકે છે. આ સેલમાં ગ્રાહકો Apple, Samsung, Reality, Vivo અને Oppo જેવી બ્રાન્ડના ફોન ઓછી કિંમતે ખરીદી શકે છે.

વધુ જુઓ ...
    Flipkart Big Dussehra sale 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે. સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ઈયરબડ, સ્માર્ટ વોચ અને ઈલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સીસ જેવી કેટેગરી સસ્તામાં ખરીદી શકે છે. આ સેલમાં ગ્રાહકો Apple, Samsung, Reality, Vivo અને Oppo જેવી બ્રાન્ડના ફોન ઓછી કિંમતે ખરીદી શકે છે.

    ફ્લિપકાર્ટ Big Dussehra Saleની જાહેરાત થઇ ગઈ છે. સેલ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે. સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ઈયરબડ, સ્માર્ટ વોચ અને ઈલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સીસ જેવી કેટેગરી સસ્તામાં ખરીદી શકે છે. ખાસ વાત એ છે કે જો ગ્રાહકો સેલમાં HDFC બેંકના કાર્ડથી ખરીદી કરે છે તો તેમને 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. હંમેશાની જેમ આ સેલ ફ્લિપકાર્ટ પ્લસ સભ્યો માટે એક દિવસ પહેલા શરૂ થશે. હાલ ફ્લિપકાર્ટે તમામ ઓફર્સ જાહેર કરી નથી, પરંતુ કંપનીએ તેના માટે માઇક્રોસાઇટ લાઇવ કરી દીધી છે.

    લાઈવ થયેલા સેલ પેજ પરથી જાણવા મળ્યું છે કે આ સેલમાં ગ્રાહકો Apple, Samsung, Reality, Vivo અને Oppo જેવી બ્રાન્ડના ફોન ઓછી કિંમતે ખરીદી શકે છે.

    આ પણ વાંચો: Samsungનો ફોલ્ડેબલ સ્માર્ટફોન, આ રીતે ખરીદવા પર મળશે 7000નું ડિસ્કાઉન્ટ

    મોબાઇલ બેક કવર 99 રૂપિયાની પ્રારંભિક કિંમતે સેલમાં ખરીદી શકાય છે. સાથે જ ફોન કેસ અને સ્ક્રીન ગાર્ડ પણ 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘરે લાવી શકાય છે. સેલમાં ગ્રાહકો ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર 80% સુધીની છૂટ મેળવી શકે છે. ગ્રાહકો 35,990 રૂપિયામાં HP i3 512GB સ્ટોરેજ લેપટોપ ખરીદી શકે છે. આ સિવાય HP વેબકેમને 599 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઘરે લાવી શકાય છે.

    દશેરા સેલમાં ગ્રાહકો કીબોર્ડ, માઉસ પેડ, ટચ પેડ જેવી કોમ્પ્યુટર એસેસરીઝ પણ ખુબ સારી ડીલમાં ઘરે લાવી શકે છે. એ ઉપરાંત ફ્લિપકાર્ટ દશેરા સેલમાં પાવરબેન્કને 75%ની છૂટ અને સ્ટાઇલિંગ અને હેલ્થકેર ડિવાઈઝને 80% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Festival Sale, Flipkart sale

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन