Flipkart Big Diwali Sale: ખૂબ ઓછી કિંમતે ખરીદો iPhone 12, જાણો ઑફર વિશે

iPhone 12 પર મોટું ડિસ્કાઉન્ટ

Flipkart Big Diwali Sale: એક ઑફરમાં ફ્લિપકાર્ટ પર એપલ iPhone 12 (64GB) ફક્ત 38,349 રૂપિયામાં મળી રહ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ફ્લેગશીપ ફેસ્ટિવલ સેલ (Flipkart Festival Sale) બાદ ફિલ્પકાર્ટ પર વધી એક સેલ શરૂ થયો છે. હાલ ફ્લિપકાર્ટ પર બિગ દિવાલી સેલ (Big Diwali Sale) ચાલી રહ્યો છે. આ સેલમાં લગભગ તમામ કેટેગરીમાં મોટું ડિસ્કાઉન્ટ (Discount) અને ઑફર આપવામાં આવી રહી છે. આવી જ એક ઑફરમાં ફ્લિપકાર્ટ પર એપલ iPhone 12 (64GB) ફક્ત 38,349 રૂપિયામાં મળી રહ્યો છે. એટલું જ નહીં, જો તમે બેંકની વધારાની ઑફરનો લાભ લો છો તો ફોન આનાથી પણ ઓછી કિંમતે મળી રહ્યો છે. એપલના 128GB વર્ઝન સાથેના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    ફક્ત iPhone પર જ નહીં પરંતુ બિગ દિવાલી સેલમાં અન્ય બ્રાન્ડના સ્માર્ટફોન પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં મોટોરોલા, ઓપ્પો, વિવો અને અન્ય બ્રાન્ડ સામેલ છે. અહીં અમે તમને આવી જ અમુક ઑફર્સ વિશે જણાવી રહ્યા છીએ.

    Apple iPhone 12 (64GB and 128GB)

    64 જીબી આઇફોન 12ની કિંમત 65,900 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન હાલ 53,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ ફોન એક્સચેન્જ પર તમને 15,650 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેને ધ્યાનમાં લેતા ફોનની કિંમત 38,349 રૂપિયા થાય છે. જ્યારે 128 જીબીના વર્ઝનની કિંમત 44,349 રૂપિયા થાય છે.

    આ બંને વર્ઝન સાથે બેંકની ઑફર પણ મળી રહી છે. જેમાંથી આઇફોન 12ની કિંમત વધારે ઘટી જાય છે. આ બંને ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ પર 1500 રૂપિયાની છૂટ મળી રહી છે.

    આ પણ વાંચો: ગૂગલના નવા ફોનમાં મળશે લાઇવ ટ્રાન્સલેશનનો વિકલ્પ, જાણો Pixel 6 અને Pixel 6 Proના અન્ય ફીચર્સ વિશે

    Motorola Edge 20 Fusion

    તાજેતરમાં લોંચ થયેલા મોટોરોલા એડ્ઝ 20 ફ્યુઝન (128GB) પણ ડિસ્કાઉન્ટ ભાવે હાજર છે. 6GB RAM વેરિઅન્ટ હાલ 4,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ₹20,499માં મળી રહ્યું છે. જ્યારે 8GB વેરિઅન્ટ પર ₹3,000 હજાર ડિસ્કાઉન્ટ મળ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ વેરિઅન્ટની કિંમત ₹22,999 થાય છે.

    Oppo Reno6 5G

    ઓપ્પો રેનો6 5G ફોન (128 GB) હાલ 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનની મૂળ કિંમત 35,990 રૂપિયા છે. એક્સચેન્જ ઑફર હેઠળ તમને 18,650 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને EMI પર 1,500 રૂપિયાની વધારાની છૂટ મળી રહી છે.

    આ પણ વાંચો: વોટ્સએપનું નવું ફીચર તમારા અનુભવને બનાવશે વધારે ઉત્તમ, જુઓ વીડિયો 

    Vivo X70 Pro

    વિવો એક્સ70 પ્રોના ત્રણેય વેરિઅન્ટ 8GB+128GB, 8GB+256GB and 12GB+256GB ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ પર હાજર છે. જેની કિંમત ક્રમશ: ₹46,990, ₹49,990 અને ₹52,990 છે. આ ફોન પર તમને 17,450 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. SBI ક્રેડિટ કાર્ડ અને EMI ફર આ ફોન પર 750થી 1500 રૂપિયાનું વળતર મળી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: