મુંબઈ: Flipkartનો બિગ દિવાળી સેલ (Big Diwali Sale) શરૂ થઈ ગયો છે. આ સેલમાં ઇ-કોમર્સ કંપની તરફથી મોટી ઑફર (Offers) આપવામાં આવી રહી છે. ખાસ કરીને મોબાઇલ ફોન (Discount on Smartphone) પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં Apple iPhone 12 (64GB), મોટોરોલા Edge 20 Fusion, ઓપ્પો Reno6 5G પર મોટું વળતર મળી રહ્યું છે. એપલના આઈફોન 12ની ખરીદી કરવા માંગતા લોકોને 11,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Apple iPhone 12 (64GB and 128GB)
64 જીબી આઇફોન 12ની કિંમત 65,900 રૂપિયા છે. 11,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ આ ફોન હાલ 53,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ ફોન એક્સચેન્જ પર તમને 15,650 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેને ધ્યાનમાં લેતા ફોનની કિંમત 38,349 રૂપિયા થાય છે. જ્યારે 128 જીબીના વર્ઝનની કિંમત 44,349 રૂપિયા થાય છે.
આ બંને વર્ઝન સાથે બેંકની ઑફર પણ મળી રહી છે. જેમાંથી આઇફોન 12ની કિંમત વધારે ઘટી જાય છે. આ બંને ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ પર 1500 રૂપિયાની છૂટ મળી રહી છે.
તાજેતરમાં લોંચ થયેલા મોટોરોલા એડ્ઝ 20 ફ્યુઝન (128GB) પણ ડિસ્કાઉન્ટ ભાવે હાજર છે. 6GB RAM વેરિઅન્ટ હાલ 4,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ₹20,499માં મળી રહ્યું છે. જ્યારે 8GB વેરિઅન્ટ પર ₹3,000 હજાર ડિસ્કાઉન્ટ મળ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ વેરિઅન્ટની કિંમત ₹22,999 થાય છે.
Oppo Reno6 5G
ઓપ્પો રેનો6 5G ફોન (128 GB) હાલ 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનની મૂળ કિંમત 35,990 રૂપિયા છે. એક્સચેન્જ ઑફર હેઠળ તમને 18,650 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને EMI પર 1,500 રૂપિયાની વધારાની છૂટ મળી રહી છે.
વિવો એક્સ70 પ્રોના ત્રણેય વેરિઅન્ટ 8GB+128GB, 8GB+256GB and 12GB+256GB ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ પર હાજર છે. જેની કિંમત ક્રમશ: ₹46,990, ₹49,990 અને ₹52,990 છે. આ ફોન પર તમને 17,450 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. SBI ક્રેડિટ કાર્ડ અને EMI ફર આ ફોન પર 750થી 1500 રૂપિયાનું વળતર મળી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર