Home /News /tech /Flipkart Big Diwali sale: આ તારીખથી શરુ ફ્લિપકાર્ટનો દિવાળી સેલ, 80% ના ડિસ્કાઉન્ટ સાથે કરો ખરીદી
Flipkart Big Diwali sale: આ તારીખથી શરુ ફ્લિપકાર્ટનો દિવાળી સેલ, 80% ના ડિસ્કાઉન્ટ સાથે કરો ખરીદી
ફ્લિપકાર્ટે બિગ દિવાળી સેલ
Flipkart Big Diwali sale: ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ 11 ઓક્ટોબરથી શરૂ થશે અને 16 ઓક્ટોબર સુધી ચાલશે. ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ 80% સુધીની છૂટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સિવાય સ્માર્ટવોચ, હેડફોન, સ્માર્ટફોન પણ સસ્તામાં ખરીદી શકાય છે.
Flipkart Diwali sale: ફ્લિપકાર્ટે બિગ દિવાળી સેલ (Flipkart Big Diwali Sale)ની જાહેરાત કરી છે. સેલની શરૂઆત 11 ઓક્ટોબરથી શરૂ થશે અને 16 ઓક્ટોબર સુધી ચાલશે. પ્લસ મેમ્બર્સ માટે આ સેલ 24 કલાક અગાઉથી શરૂ થશે. સેલ દરમિયાન, ગ્રાહકોને 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે SBI બેંક કાર્ડ દ્વારા ઉપલબ્ધ થશે. આ સિવાય કોટક બેંકના કાર્ડ ધારકને પણ આ ઓફર આપવામાં આવશે.
ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં ગ્રાહકો 45%ની છૂટ પર સ્માર્ટફોન ઘરે લાવી શકે છે. એક્સચેન્જ ઓફર હેઠળ ગ્રાહકોને વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે ફ્લિપકાર્ટ પર EMI ઇઝી બાઇંગ વિકલ્પ અને સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન મળશે.
80% સુધીની છૂટ પર ખરીદો Electronics
ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ 80% સુધીની છૂટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સિવાય સ્માર્ટવોચ, હેડફોન, વાયરલેસ ઈયરફોન, લેપટોપ જેવી વસ્તુઓ પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે.
ફ્લિપકાર્ટ સેલ પેજ પરથી એ પણ જાણવા મળ્યું છે કે ગ્રાહકોને 50% ડિસ્કાઉન્ટ પર લેપટોપ મળશે. પ્રિન્ટર અને મોનિટર 80% ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ગેમિંગ લેપટોપ 50,990 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેલ પેજ પરથી જાણવા મળ્યું છે કે ગ્રાહકોને અહીંથી iPhone 13, iPhone 13 Mini અને અન્ય iPhone મોડલ સસ્તામાં મળશે.
આ સિવાય Samsung Galaxy S22+ પણ ભારે ડિસ્કાઉન્ટ પર ઘરે લાવી શકાય છે. આ ઉપરાંત, રિયાલિટી 9i 5G પણ સસ્તી કિંમતે વેચાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફ્લિપકાર્ટ સેલ પેજ પરથી જાણવા મળ્યું છે કે ફોન પર એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, Oppo Reno 8 5Gને 22,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પર સેલમાં ખરીદી શકાય છે. એ જ રીતે, સેમસંગ ગેલેક્સી S22 Plus 5G 22,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે, જેનો લાભ એક્સચેન્જ ઑફર્સ દ્વારા લઈ શકાય છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર