મુંબઈ: દિવાળીનો તહેવાર (Diwali Festival) નજીક આવતા જ દરેક જગ્યાએ ખરીદી માટે અનેક સેલ (Sale) ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. ઇ-કોમર્સ વેબસાઇટ (E-commerce Site) ફ્લિપકાર્ટ એકવાર ફરી બિગ દિવાલી સેલ (Flipkart Big Diwali Sale 2021)નું આયોજન કરવા જઈ રહી છે. ફ્લિપકાર્ટની બિગ દિવાલી સેલ 28 ઓક્ટોબર, 2021થી શરૂ થશે અને 3 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે 27 ઓક્ટોબર મધરાત્રે આ સેલ શરૂ થશે અને 3 નવેમ્બરે રાત્રે 12 વાગ્યા સુધી ચાલું રહેશે. આ પહેલા ફ્લિપકાર્ટે 17 ઓક્ટોબરે બિગ બિલિયન સેલ (Big Billion sale)નું આયોજન કર્યુ હતું. આપને જણાવી દઇએ કે આ નવા સેલમાં ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ (Flipkart Plus Members)ને એક દિવસ પહેલા 27 ઓક્ટોબરથી જ શોપિંગ એક્સેસ મળી જશે. આ સેલમાં ગ્રાહકોને વિવિધ વસ્તુઓની ખરીદી પર અઢળક ઓફર્સ (Bumper Discount & Offers) મળશે.
SBI કાર્ડ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં મોબાઇલ, ટીવી પર અનેક ડિસ્કાઉન્ટ અને ઇએમઆઇ (EMI)ના વિકલ્પ મળી રહ્યા છે. જ્યારે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards) પર ગ્રાહકોને 10 ટકા બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ આ સેલમાં સ્માર્ટફોન પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં શાઓમી(Xiaomi), એપલ (Apple) અને રીયલમી (Realme) જેવી કંપનીઓના મોબાઇલ પર દમદાર ઓફર્સ (Offers) ગ્રાહકોને મળી રહી છે.
iPhone 12 અને iPhone 12 mini પર બમ્પર છૂટ
ગત સેલમાં એપલનો iPhone 12 ગ્રાહકોને 53,999 રૂપિયામાં અને iPhone 12 મિનિ 42,099 રૂપિયામાં મળી રહ્યો હતો. આ વખતે iPhone 12ને ગ્રાહકો માટે 60,199 રૂપિયાની પ્રારંભિક કિંમતની બદલે 45,199 રૂપિયામાં ખરીદી શકો છો.
ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલમાં Oppo Reno 6 5G પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં ગ્રાહકો આ ફોન 29,990 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે ખરીદી શકે છે. તો સેલમાં Google Pixel 4a તમને 31,999 રૂપિયાની જગ્યાએ 29,999 રૂપિયામાં મળશે.
આ સેલમાં ફ્લિપકાર્ટ પર Realme Narzo 50A તમને 10000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે. આ ફોન MediaTek Helio G85 પ્રોસેસર સાથે આવે છે. આ સિવાય Poco X3 Pro પણ તમને 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર