Home /News /tech /Flipkart Big Billion Days સેલમાં આ મોંઘો ફોન મળી શકે છે સાવ સસ્તામાં, ઓફરનો થયો ખુલાસો
Flipkart Big Billion Days સેલમાં આ મોંઘો ફોન મળી શકે છે સાવ સસ્તામાં, ઓફરનો થયો ખુલાસો
Nothing Phone 1
ફ્લિપકાર્ટ big billion days સેલમાં તમને અનેક ઘણો લાભ થઇ શકે છે. આમ, જો તમે કોઇ સ્માર્ટફોન નવો લેવાનું વિચારી રહ્યા છો તો આ સેલની તમે રાહ જોઇ લેજો. આ સેલમાં તમને ઘણો લાભ થઇ શકે છે.
નવી દિલ્હી: ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ જલદી શરૂ થશે. કંપનીએ હાલમાં કોઇ સેલની લોન્ચ ડેટને લઇને સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સેલમાં જે ઓફર્સ મળશે એની કેટલીક જાણકારી સામે આવી ગઇ છે. ફ્લિપકાર્ટ સેલ પેજના અનુસાર ગ્રાહક નથિંગ ફોન 1ને 28,999 રૂપિયામાં તમે ઘરે લાવી શકો છો. માનવામાં આવે છે કે આ કિંમત બેન્ક અને બાકી ડિસ્કાઉન્ટ પછી લાગુ થશે. આમ, જો તમે પણ કોઇ વસ્તુ ખરીદવા ઇચ્છો છો તો આ સેલમાં તમને અનેક ઘણો ફાયદો થઇ શકે છે. આ સેલમાં તમને સ્માર્ટફોનમાં અનેક ઓપ્શન મળી શકે છે. આ સાથે જ આ સેલમાં તમારા પૈસા પણ બચી શકે છે અને તમને મોટો લાભ થઇ શકે છે.
જાણી લો શું છે કિંમત
મળતી માહિતી અનુસાર સેલ માટે કંપનીએ ICICI બેન્ક અને Axis બેન્કની સાથે પાર્ટનરશીપ કરી છે, જેનો લાભ લઇને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે 778+ 5G ચિપસેટ પ્રોસેસર અને આની ડિઝાઇન છે. જાણકારી અનુસાર Nothing Phone 1માં 8 જીબી, 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે, જયારે 8 જીબી રેમ, 256 જીબીની કિંમત 35,999 રૂપિયા છે. આ સાથે જ તમને વધુમાં જણાવી દઇએ કે, 12 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજની કિંમત 39,999 રૂપિયામાં રાખવામાં આવી છે. તો જાણી લો તમે પણ આના સ્પેસિફિકેશન વિશે...
આ સ્માર્ટફોનમાં 6.55નું ફુલ HD+ અને ફ્લેક્સિબલ OLED ડિસપ્લે મળે છે, જેમાં 1200 nitsની પીક બ્રાઇટનેસ છે. આ ફોન બ્લેક અને વ્હાઇટ એમ બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. નથિંગ ફોન (1)માં 778G+ SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
50 મેગાપિક્સલ કેમેરા
આ ફોનમાં કેમેરાની વાત કરવામાં આવે તો એ બહુ જોરદાર રિઝલ્ટ આપે છે. 50 મેગાપિક્સલ કેમરા લેન્સીની સાથે એક કેમેરા લેન્સ છે. આમાં પ્રાઇમરી લેન્સ Sony IMX766 સેન્સર છે. પાવર માટે નથિંગ ફોન(1) સ્માર્ટફોનમાં 4,500 mAhની બેટરી આપવામાં આવી છે, જે 33wના ફાસ્ટ ચાર્જિંગ અને 15wની વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
જો કે ખાસ ધ્યાનમાં એ રાખો કે, આ ફોન તમે જ્યારે પણ ખરીદશો ત્યારે એની સાથે ચાર્જર નહિં મળે. આના માટે તમારે ચાર્જર અલગથી જ ખરીદવું પડશે. આમ, જો તમે પણ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો પછી આ સેલમાં એક નજર કરી શકો છો, જેમાંથી તમને ઘણો લાભ પણ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર