Flipkartનો Big Billion Days Sale શરૂઃ 90% સુધીનું ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: October 10, 2018, 10:22 AM IST
Flipkartનો Big Billion Days Sale શરૂઃ 90% સુધીનું ડિસ્કાઉન્ટ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 10, 2018, 10:22 AM IST
Flipkartનો Big Billion Days Sale 10 ઓક્ટોબર બુધવારથી શરૂ થઇ ગયો છે. જે 14 ઓક્ટોબર સુધી ચાલશે. Flipkartના આ સેલમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, ફેશન વેર, ફૂટવેર સહિત બીજી અનેક વસ્તુઓ ઉપર 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકોને એક્સચેન્જ ઓફર, બાયબેક ગેરેન્ટી અને કેશબેક પણ મળશે. Flipkartના સેલમાં HDFC Bankના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદી કરવાથી ગ્રાહકોને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે સાથે ઇએમઆઇનો લાભ પણ મળશે.

3651 રૂપિયા પ્રતિ મહિને આપીને ખરીદી શકો છો iPhone XS Max

Flipkartના સેલમાં Appleના લેટેક્સ ફ્લેગશિપ iphone અને Samsung Galaxy Note 9 પણ ઓફરમાં મળશે. iPhone XS Maxની શરૂઆતની કિંમત 1,09,990 રૂપિયા છે. જેને 3,651 રૂપિયા પ્રતિ મહિને ઈએમઆઇથી ખરીદી શકાશે. આ ઉપરાંત 3319 રૂપિયા પ્રતિ મહિનાના ઇએમઆઇ ઉપરત iPhone XS ખરીદી શકાશે.

આ સ્માર્ટફોન ઉપર પણ મળશે શાનદાર ઓફર

Flipkartની Big Billion Days Saleમાં શિયોમીના Poco F1, Vivo V11, Vivo V11 Pro, Oppo F9, Oppo F9 Pro, Galaxy A7 ઉપર પણ શાનદાર ઓફર મળી રહી છે. Motorola One Power, Nokia 6.1 Plus, Nokia 5.1 Plus અને Realme 2 Pro પણ મળશે.

ફેશન ઉપર 90 ટકા સુધી અને ટેલિવઝન ઉપર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

Flipkartના સેલમાં ફેશન સાથે જોડાયેલી ચીજો ઉપર 90 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. ટેલિવિઝન એન્ડ એપ્લાયન્સિઝ ઉપર 80 ટકા સુધી છૂટ મળશે. હોમ એન્ડ ફર્નિચર કેટેગરીની પ્રોડક્ટ ઉપર 50-90 ટકા સુધી છૂટ મળશે. બ્યૂટી, સ્પોર્ટ એન્ડ ટ્રોજ ઉપર 50-90 ટકા સુધી છૂટ મળશે. સ્માર્ટ ડિવાઇસેઝ ઉપર 80 ટકા સુધીની છૂટ મળશે.
First published: October 10, 2018
વધુ વાંચો
अगली ख़बर