Home /News /tech /Flipkart Big Billion Days Saleની તારીખમાં ફેરફાર, Amazon Saleને ટક્કર આપવાની તૈયારી, મળશે 80% સુધીની છુટ
Flipkart Big Billion Days Saleની તારીખમાં ફેરફાર, Amazon Saleને ટક્કર આપવાની તૈયારી, મળશે 80% સુધીની છુટ
Flipkart Big Billion Days Saleની તારીખમાં ફેરફાર
Amazon Great Indian Festival Saleની તારીખોની જાહેરાતની સાથે જ Flipkart Big Billion Days Saleની તારીખોમાં પણ મોટો ફેરફાર આવ્યો છે.સૌથી પહેલા flipkart saleની તારીખની જાહેરાત કરવામાં આવી હતી.
નવી દિલ્હી: Amazon Great Indian Festival Saleની તારીખોની જાહેરાતની સાથે જ Flipkart Big Billion Days Saleની તારીખોમાં પણ મોટો ફેરફાર આવ્યો છે.સૌથી પહેલા flipkart saleની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. પણ તાજેતરમાં જ Amazon great Indian festival saleની તારીખોની જાહેરાત સાથે જ flipkartની Flipkart big billion days saleની તારીખમાં પણ કંપનીએ મોટા ફેરફાર કર્યા છે. હવે ફ્લિપકાર્ટ બિગ બિલીયન સેલ એમેઝોનની સેલ સાથે જ એટલે કે 3 ઓક્ટોબરથી જ શરુ થઈ રહી છે. આ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફ્લિપકાર્ટનો સેલ 7 ઓક્ટોબરથી શરૂ અને 12 ઓક્ટોબરે પૂરો થવાનો હતો. આ સેલ દરમિયાન ગ્રાહકોને Smartphones, Tablets, Smartwatch, Laptops, Earbuds વગેરે જેવા પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
Flipkart plusના મેંમ્બર્સ માટે લાભ
Flipkartની સ્પેશ્યલ મેંમ્બરશીપ એટલે કે Flipkart plusના મેંમ્બર્સ આ સેલનો લાભ સેલ શરૂ થયા પહેલા જ લઈ શકશે. તો બીજી તરફ સામાન્ય ગ્રાહક (જે Flipkart plusના મેંમ્બર્સ નથી) સ્પેશિયલ કોઈનનો ઉપયોગ કરીને સેલની અર્લી એક્સેસ મેળવી શકશે. આ સેલ દરમિયાન Oppo, Motorola, Realme સિવાય Poco, Vivo અને Samsung જેવી બ્રાંડ્સ પોતાની નવી પ્રોડક્ટ્સ લોંચ કરશે. ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન લોંચ કરવામાં આવનાર પ્રોડક્ટની સંભવિત યાદીમાં Moto Tab G20, Motorola Edge 20 Pro અને Realme 4K Google TV Stickનો પણ સમાવેશ થાય છે.
Flipkart Big Billion Days Sale માટે બનાવવામાં આવેલી માઈક્રોસાઈટને જોતા માલુમ પડે છે કે, પાવરબેંક , સ્માર્ટ વોચ, હેડફોન્સ, સ્પાકર્સ જેવી ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝમાં પણ 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે ઘરમાં કામ આવતી Smart Tv, fridge વગેરે હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ પર પણ 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે જ દરરોજ રાત્રે 12 વાગે, સવારે 8 વાગે અને બપોરે 4 વાગે ગ્રાહકો માટે સ્પેશિયલ ડીલ પણ આપવામાં આવશે.
પ્રોડક્ટ પર મળતા ડિસ્કાઉન્ટ સિવાય એક્સિસ બેંક અને ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ચુકવણી પર વધારાનું 10 ટકા ડિસ્કાઉંટ પણ મળશે.બીજી તરફ amazon પર શરૂ થનારી સેલમાં વિડીયો ગેમ અને અન્ય એક્સેસરીઝ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. દેશના સૌથી મોટા સેલ દરમિયાન વસ્તુ ખરીદવાનો સુવર્ણ મોકો છે. સેલમાં સ્માર્ટફોન્સ સહિત ઈલેકટ્રિક આઈટમ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વખતે સેલમાં લગભગ 450 શહેરોમાં 75,000 થી વધુ સ્થાનિક દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર