Home /News /tech /Flipkart Big Billion Days Sale: રૂ. 20,000થી ઓછી કિંમતમાં મળે છે આ શ્રેષ્ઠ 5G ફોન્સ

Flipkart Big Billion Days Sale: રૂ. 20,000થી ઓછી કિંમતમાં મળે છે આ શ્રેષ્ઠ 5G ફોન્સ

ફ્લિપકાર્ટ સેલ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

Flipkart Big Billion Days Sale: આ સેલમાં અલગ અલગ કેટેગરીના ફોનમાં મસ મોટું ડિસ્કાઉન્ટ (Discount) આપવામાં આવી રહ્યું છે. લોકો નો-કોસ્ટ EMI, ઇન્સ્ટન્ટ કેશબેક અને ફ્રી ડિલિવરી (Free delivery) જેવી સુવિધાઓનો લાભ લે છે.

મુંબઈ: ગત બીજી ઓક્ટોબરથી શરૂ થયેલા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ (Flipkart Big Billion Days Sale) હવે ગણતરીના દિવસોમાં એટલે કે, 10 ઓક્ટોબરે પૂરો થશે. અત્યારસુધીમાં આ સેલનો લાભ અનેક લોકો લઈ ચૂક્યા છે. આ સેલમાં અલગ અલગ કેટેગરીના ફોનમાં મસ મોટું ડિસ્કાઉન્ટ (Discount) આપવામાં આવી રહ્યું છે. લોકો નો-કોસ્ટ EMI, ઇન્સ્ટન્ટ કેશબેક અને ફ્રી ડિલિવરી (Free delivery) જેવી સુવિધાઓનો લાભ લે છે.

ખાસ કરીને 5G ફોન (5G smartphones)માં ગ્રાહકોને બહોળો રસ છે. આવા રૂ. 20,000 સુધીની કિંમતના ફોન પર ICICI અને એક્સિસ બેંક કાર્ડના કાર્ડ ધરાવતા ગ્રાહકો ખાસ ઓફરનો આનંદ માણી શકે છે. ત્યારે અહીં તમે રૂ. 20,000 સુધીની કિંમતમાં કયા કયા ફોન ખરીદી શકો તેની યાદી અહીં આપવામાં આવી છે.

Realme 8s 5G (રૂ. 17,999થી શરૂ)

- સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર
- 33W ડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
- 5,000mAh બેટરી
- સેલ્ફી માટે આગળ 16 MPનો કેમેરો
- 6.5 ઇંચની full-HD+ ડિસ્પ્લે

Poco M3 Pro 5G (રૂ. 15000થી ઓછી કિંમત)

- Dimensity 700ની તાકાત ધરાવતું પ્રોસેસર
- 90Hz રિફ્રેશ રેટ સાથે 6.53 ઇંચની Full-HD+ ડિસ્પ્લે
- 6GB સુધીની રેમ
- 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
- 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી

Samsung Galaxy F42 5G: (રૂ. 17,999)

- મીડિયાટેક ડાયમેન્સિટી 700 SoC
- 90Hzનો રિફ્રેશ રેટ
- સિંગલ 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
- વોટરડ્રોપ સ્ટાઇલ નોચ
- 6.6 ઇંચની full-HD+ ડિસ્પ્લે
- 8GB રેમ
- 5,000mAh બેટરી

Moto G60 (રૂ. 15,999)

- ક્વોલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર
- ફોનમાં 108 MP પ્રાઇમરી કેમેરા અને 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ
-120Hz રિફ્રેશ અને HDR10 સાથે 6.8 ઇંચની મોટી ડિસ્પ્લે
- 6,000mAhની બેટરી
- 6GB RAM + 128GB સ્ટોરેજ

Redmi Note 10T 5G (રૂ.15,868)

- મીડિયાટેક ડિમેન્સિટી 700 SoC
- 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની Full-HD+ સ્ક્રીન
- 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો
- 5,000 mAh બેટરી
- 18W ચાર્જિંગ
- બાયોમેટ્રિક સિક્યોરિટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર

આ પણ વાંચો: Flipkart Big Billion Days Sale: મોટા ડિસ્કાઉન્ટ સાથે તહેવારોમાં આ પાંચ સસ્તા સ્માર્ટફોન ખરીદો

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ (Flipkart Big Billion Days sale) આગામી 3 ઓક્ટોબરથી શરૂ થયો છે. આ સેલ દરમિયાન શોપિંગ પર મસ મોટું ડિસ્કાઉન્ટ (big Discount on online shopping) મળી રહ્યું છે. દિવાળીના તહેવારો માટે ખરીદી કરવાની આ ઉત્તમ તક છે. ખાસ કરીને સ્માર્ટફોન (smartphone) ખરીદવા ઇચ્છતા લોકો માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ મહત્વનો બની જશે. આ સેલમાં ગૂગલ (Google), સેમસંગ (samsung) અને રિયલમી (realme) સહિતની કંપનીના સ્માર્ટફોન (smartphone) પર ભારે છૂટ આપવામાં આવશે. ત્યારે અહીં એવા પાંચ સ્માર્ટફોન અંગે જાણકારી આપવામાં આવી છે, જેમાં બહોળા ડિસ્કાઉન્ટનો લાભ લોકો લઈ શકે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: 5G phone, Discount, Flipkart, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો