Home /News /tech /

Flipkart પર આવી રહી છે બિગ બચત ધમાલ સેલ, 70% સુધી ડિસ્કાઉન્ટ પર મળશે TV અને ફ્રિજ, જાણો ઓફર્સ

Flipkart પર આવી રહી છે બિગ બચત ધમાલ સેલ, 70% સુધી ડિસ્કાઉન્ટ પર મળશે TV અને ફ્રિજ, જાણો ઓફર્સ

ફ્લિપકાર્ટ સેલમાં તમે અઢળક ઓફર્સનો ફાયદો ઉઠાવી શકશો.

Flipkart Big Bachat Dhamaal Sale: આવતીકાલે એટલે કે 20 મેથી શરુ થઈ રહેલી ફ્લિપકાર્ટ સેલ 22 મે સુધી ચાલશે, જેમાં તમે અઢળક ઓફર્સનો ફાયદો ઉઠાવી શકશો. આવો જાણીએ આ સેલમાં શેના પર ઓફર્સ મળશે.

    Flipkart Big Bachat Dhamaal Sale: ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ (Flipkart) પર બિગ બચત ધમાલ સેલ (Big Bachat Dhamaal Sale) શરુ થઈ રહી છે. સ્માર્ટફોનથી લઈને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને ફેશન પ્રોડક્ટ્સને તમે Flipkart Sale માંથી અફોર્ડેબલ પ્રાઇસ પર ખરીદી શકશો.

    આવતીકાલે એટલે કે 20 મેથી શરુ થઈ રહેલી ફ્લિપકાર્ટ સેલ 22 મે સુધી ચાલશે, જેમાં તમે અઢળક ઓફર્સનો ફાયદો ઉઠાવી શકશો. આવો જાણીએ આ સેલમાં શેના પર ઓફર્સ મળશે.

    સેલમાં શું છે સ્પેશિયલ?

    ફ્લિપકાર્ટ સેલમાં તમને દરરોજ રાત્રે 12 વાગ્યે, સવારે 8 વાગ્યે અને સાંજે 4 વાગ્યે ધમાલ ડીલ્સ (Dhamaal Deals) મળશે. તો દરરોજ બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 સુધી તમને લોએસ્ટ પ્રાઇસ એવરીડે ઓફર લૂટ બઝારમાં મળશે. તો સવારે 8 વાગ્યે, સાંજે 4 વાગ્યે અને રાત્રે 12 વાગ્યે તમને કોમ્બો ડીલ્સ (Combo Deals) મળશે. આ સેલમાં તમને ઘણી ઓફર્સ મોબાઇલ પર મળશે. જો કે, ફ્લિપકાર્ટે હજુ ઓફર્સને રિવીલ નથી કરી.

    આ પણ વાંચો: 9 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y01, મળશે 5000mAh બેટરી સહિતના આકર્ષક ફીચર્સ

    સસ્તામાં મળશે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ

    જો તમે ઇલેક્ટ્રોનિક આઇટમ (Electronic Items) અને એક્સેસરીઝ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો સેલમાં તમને ઘણી આકર્ષક ઓફર મળી શકે છે. આ સેલમાં 99 રૂપિયાથી ઓછી કિંમતમાં મોબાઇલ કેબલ અને અન્ય આઇટમ્સ મળશે. તો સ્માર્ટફોન કવર તમને 199 રૂપિયા, લેપટોપ એક્સેસરીઝ 99 રૂપિયાની શરૂઆતી કિંમત પર મળશે.

    ટીવી અને ફ્રિજ પર છે બમ્પર ડિસ્કાઉન્ટ

    સેલમાં ટીવી અને અન્ય અપ્લાયન્સીસ પર પણ તમને આકર્ષક લાભ મળશે. આ સેલમાં તમે 70 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર બ્લોકબસ્ટર ટીવી ડીલ્સનો ફાયદો ઉઠાવી શકો છો. ફ્લિપકાર્ટ બિગ બચત ધમાલ સેલમાં 55 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર રેફ્રિજરેટર મળશે.

    આ પણ વાંચો: Realme Narzo 50 5G લૉન્ચ, મિડ-રેન્જ સ્માર્ટફોનમાં મળશે 48 મેગાપિક્સલ કેમેરા અને 33W ડાર્ટ ચાર્જિંગ

    ફ્લિપકાર્ટ ઓરિજનલ પ્રોડક્ટ્સ પણ તમે સસ્તી કિંમત પર આ સેલમાંથી ખરીદી શકો છો. જો કે, મોટાભાગની ડીલ્સ હજુ લાઇવ નથી થઈ. ખાસ કરીને સ્માર્ટફોન પર મળતી ડીલ્સને કંપનીએ રિવીલ નથી કરી. આ ઉપરાંત, તમે ફર્નિચર અને અન્ય પ્રોડક્ટ્સને પણ સસ્તામાં ખરીદી શકો છો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Flipkart, Flipkart sale, Gujarati tech news, Sale

    આગામી સમાચાર