Home /News /tech /

Flipkart Big Bachat Dhamaal Sale: 3 ફેબ્રુઆરીથી શરુ થશે ફ્લિપકાર્ટ બિગ બચત ધમાલ સેલ, વનપ્લસ, સોની વગેરે સ્માર્ટ ટીવી પર મળશે બેસ્ટ ડીલ

Flipkart Big Bachat Dhamaal Sale: 3 ફેબ્રુઆરીથી શરુ થશે ફ્લિપકાર્ટ બિગ બચત ધમાલ સેલ, વનપ્લસ, સોની વગેરે સ્માર્ટ ટીવી પર મળશે બેસ્ટ ડીલ

ફ્લિપકાર્ટ બિગ બચત ધમાલ સેલમાં સ્માર્ટ ટીવી પર ભારે ડિસ્કાઉન્ટ મળશે

Flipkart Big Bachat Dhamaal Sale: સેલ દરમિયાન કપડાંથી લઈને સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પર ભારે ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ ઉપરાંત, ફ્લિપકાર્ટ પર કોમ્બો ડીલ્સ પણ મળશે. અહીં ફ્લિપકાર્ટ બચત ધમાલ સેલ દરમિયાન અવેલેબલ સ્માર્ટ ટીવીનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    Flipkart Big Bachat Dhamaal Sale: ફ્લિપકાર્ટ (Flipkart) બિગ બચત ધમાલ સેલ (Sale) 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી લાઇવ રહેશે. સેલ દરમિયાન કપડાંથી લઈને સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પર ભારે ડિસ્કાઉન્ટ મળવાનું છે. ફ્લિપકાર્ટના નવા સેલની તમામ ઓફર્સની ડિટેલ હજુ સુધી સામે નથી આવી. સેલમાં ધમાલ ડીલ દરરોજ સવારે 12 વાગ્યે, 8 વાગ્યે અને સાંજે 4 વાગ્યાથી થશે. આ સાથે લૂટ બજારનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સવારના 8 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ઘણા પ્રોડક્ટ્સ ખૂબ જ ઓછા ભાવે મળશે.

    આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર કોમ્બો ડીલ્સ પણ મળશે. સેલની સંપૂર્ણ માહિતી હજુ જાહેર નથી થઈ. તેમાં બ્યુટી મેકઅપ સહિત અન્ય વસ્તુઓ પર પણ ઓફર્સ મળશે. અહીં ફ્લિપકાર્ટ બચત ધમાલ સેલ દરમિયાન અવેલેબલ સ્માર્ટ ટીવીનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે.

    Mi 4A PRO - 32 ઇંચ ટીવી

    Mi 4A Pro 80 સેમી (32 ઇંચ) 16,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ થશે. સ્માર્ટ ટીવીની મૂળ કિંમત 19,999 રૂપિયા છે, જેનો અર્થ છે કે તમે સ્માર્ટ ટીવી પર 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો. તમે Axis Bank ક્રેડિટ કાર્ડ્સ પર 10 ટકાની છૂટ, 5000 રૂપિયા અને તેથી વધુના ઓર્ડર પર રૂ. 1250 સુધીની છૂટ મેળવી શકો છો.

    આ પણ વાંચો: Toyotaની કારથી તમે ચાંદ પર ફરી શકશો, જાણો ક્યાં સુધી થશે આ સપનું સાકાર

    સોની બ્રાવિયા - 43 ઇંચ ટીવી

    સોની બ્રાવિયા 108 સેમી (43 inch) ની કિંમત 44,990 રૂપિયાથી ઘટીને 39,999 રૂપિયા થઈ ગઈ છે, જેનો અર્થ છે કે તમે 10 ટકાની છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત, તમે 5000 રૂપિયા અને તેથી વધુના ઓર્ડર પર સિટી ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર 10 ટકા (1500 રૂપિયા સુધી) ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ સિવાય Axis ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ EMI ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયાની છૂટ છે.

    વનપ્લસ વાય સિરીઝ - 40 ઇંચ ટીવી

    OnePlus Y સિરીઝના 100 સેમી (40 ઇંચ)ની કિંમત 27,999 રૂપિયાથી ઘટીને 22,499 રૂપિયા થઈ ગઈ છે. તમને સિલેક્ટેડ એક્સિસ બેંક ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર એક્સ્ટ્રા 2000 રૂપિયાની છૂટ મળશે અને 5000 રૂપિયા અને તેથી વધુના ઓર્ડર પર 1250 રૂપિયા સુધીના એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 10%ની છૂટ મળશે.

    આ પણ વાંચો: Amazon Offer! Boat, Sonyના બ્રાન્ડેડ સ્પીકર્સ અને હેડફોન પર મેળવો 60% સુધીની છૂટ

    Vu પ્રીમિયમ - 55 ઇંચ ટીવી

    Vu Premium 139 સેમી (55 ઇંચ)ની કિંમત 75,000 રૂપિયાથી ઘટીને 36,999 રૂપિયા થઈ ગઈ છે. સ્માર્ટ ટીવી પર તમને 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તમને 4999 રૂપિયામાં ગૂગલ નેસ્ટ હબ અને 1999 રૂપિયામાં ગૂગલ નેસ્ત મિનિ મળશે. તમને સિટી ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર એક્સ્ટ્રા ફ્લેટ 500 રૂપિયા અને Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ પર 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે.
    એલજી 43 ઇંચ ટીવી

    LGના 108 સેમી (43 ઇંચ)ની કિંમત 36,999 રૂપિયા છે. પ્રોડક્ટની ઓરિજનલ કિંમત 59,990 રૂપિયા છે, જેનો અર્થ છે કે તમે ફ્લિપકાર્ટ બચત ધમાલ સેલ દરમિયાન પ્રોડક્ટ પર 38 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને લેનોવો સ્માર્ટ ક્લોક એસેન્શીયલ પર 2999 રૂપિયામાં તમને 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Flipkart, Flipkart sale, Gujarati tech news, Mobile and Technology, Oneplus, Smart tv, Xiaomi Mi TV

    આગામી સમાચાર