નવી દિલ્હી: આઈફોન (Apple iPhone)ની ચાહત ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. હવે તમે ફક્ત 36,399 રૂપિયા ચૂકવીને એપલનો ખૂબ જ સુંદર આઈફોન 12 મિની સ્માર્ટફોન (iPhone 12 Mini) ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ (Flipkart) તમને આ મોકો આપી રહી છે. આઈફોન 12 મિનીની મૂળ કિંમત (iPhone 12 mini price) 49,999 રૂપિયા છે. હાલ ફ્લિપકાર્ટ તેના પર 16 ટકા ડિસ્કાઉન્ટ (Discount) આપી રહી છે. જો તમે કેશબેક (Cashback)નો લાભ લો છો તો 2020માં બનેલા આઈફોન 12 મિની (64GB સ્ટોરેજ) પર વધુ પાંચ ટકાનો ફાયદો મેળવી શકો છો. આ લાભ ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર મળે છે.
આ રીતે મેળવો ડિસ્કાઉન્ટ સાથે આઈફોન 12 મિની
એપલ આઈફોન 12 મિની મોટા ડિસ્કાઉન્ટ સાથે મેળવવા માટે તમારે ફ્લિપકાર્ટ એપ અથવા ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં તમારા વિસ્તારનો પીનકોડ નંબર દાખલ કરીને તમારા વિસ્તારમાં આ સ્માર્ટફોન ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે. ફ્લિપકાર્ટ તમારા જૂના ફોન પર 15,850 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવીને તમે ખૂબ સસ્તી કિંમતે આ સ્માર્ટફોન ખરીદી શકો છો. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ (Flipkart Axis bank Credit card) છે તો તમને વધારાના પાંચ ટકાનો લાભ મળશે.
તમારા જૂના ફોનની કેટલી કિંમત મળશે?
ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઑફર (Exchange offer) અંતર્ગત તમારા જૂના ફોનની કેટલી કિંમત મળશે તેની માહિતી એપ્લિકેશન અને વેબસાઇટ પરથી મળી રહેશે. તમારે તમારા ફોનની IMEI સહિતની કેટલિક વિગતો દાખલ કરવાની રહેશે. જે બાદમાં તમારા જૂના ફોનની એક્સચેન્જ કિંમત જાણવા મળશે. એક્સચેન્જ ઑફર અંતર્ગત તમારો ફોન ચાલુ સ્થિતિમાં હોય તે જરૂરી છે.
2020માં થયો હતો લૉંચ
એપલ કંપનીએ વર્ષ 2020માં આઈફોન 12 મિની લોંચ કર્યો હતો. આઈફોન 12 મિની સ્માર્ટફોનને આઈફોન 12, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ સ્માર્ટફોન સાથે લોંચ કરવામાં આવ્યો હતો.
iPhone 12 miniના ફીચર્સ
ફીચર્સની દ્રષ્ટિએ જોઇએ તો AppleiPhone 12 અને iPhone 12 mini લગભગ સમાન છે. આ સ્માર્ટફોનનું રેગ્યુલર મોડલ 6.1-ઇંચ ડિસ્પ્લે ધરાવે છે અને iPhone 12 Mini 5.4-ઇંચની સ્ક્રીન સાથે આવે છે. બંને ફોન OLED પેનલ સાથે આવે છે, જે તમારા સ્ક્રિન એક્સપિરીયન્સને વધુ સારો બનાવે છે. કંપની તેને સુપર રેટિના XDR ડિસ્પ્લે તરીકે ઓળખે છે.
તમને Apple A14 બાયોનિક ચિપસેટ અને 5G સપોર્ટ પણ મળે છે. આઇફોન 12 અને આઇફોન 12 મિનીને મળેલી અન્ય નોંધપાત્ર સુવિધા મેગસેફ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આપને જણાવી દઇએ કે તેમાં ચાર્જિંગ બ્રિકનો સમાવેશ થતો નથી. પરંતુ તમે ટાઇપ-સી ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં બે 12-મેગાપિક્સલ કેમેરા મળે છે અને સેલ્ફી માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર