Tech News: સ્ટુડન્ટ્સને સસ્તામાં Laptops વેચી રહ્યું છે Flipkart, સ્માર્ટવોચ, મોનિટર જેવી પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

(પ્રતીકાત્મક તસવીર)

Flipkart Back to College Electronic Sale: ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર 60% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવો

  • Share this:
    Tech News: ફ્લિપકાર્ટ પર બેક ટૂ કોલેજ ઇલેક્ટ્રોનિક સેલની (Flipkart Back to College Electronic Sale) શરૂઆત થઈ ગઈ છે. ફ્લિપકાર્ટનો (Flipkart) આ સેલ 27 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે, જેનો છેલ્લો દિવસ 30 ઓગસ્ટ, 2021 છે. આ સેલ દરમિયાન, લેપટોપ (Laptop), સ્માર્ટવોચ (Smartwatch), ગેમિંગ મોનિટર (Gaming Monitor), હેડફોન્સ (Headphones), ટેબ્લેટ (Tablets) અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ (Electronic Products) પર ભારે છૂટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે. જેમ કે આ સેલનું નામ છે, તેનો ફાયદો ખાસ કરીને સ્ટુડન્સ્eને (Students) વધુ મળશે. ફ્લિપકાર્ટના આ સેલમાં નો-કોસ્ટ ઇએમઆઇ (No Cost EMI) અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ જેવી આકર્ષક ઓફર (Exchange Discount Offer) પણ સામેલ કરવામાં આવી છે. જો તમે પણ આ સેલ દરમિયાન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો, અહીં તમે કેટલીક પ્રોડક્ટ્સ પર મળી રહેલી ઓફર્સની જાણકારી લઈ શકો છો.

    Gaming Devices: ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર ગેમ રમવાનો શોખ ધરાવતા યૂઝર્સ માટે આ સેલમાં 60%ની છૂટ આપવામાં આવી રહી છે.
    Smartwatch: ફ્લિપકાર્ટના આ સેલમાં અનેક કંપનીઓની સ્માર્ટવોચ સામેલ કરવામાં આવી છે, જેની પર 60% છૂટની રજૂઆત કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Auto News: અડધાથી ઓછી કિંમત પર ખરીદો Mahindraની સ્કોર્પિયો, XUV500 અને TUV300, જાણો તમામ વિગત

    Gaming Monitors: ગેમિંગ મોનિટર ઓનલાઇન ગેમ રમતી વખતે એક અલગ અનુભવ પૂરો પાડે છે. ઓનલાઇન ગેમિંગના શોખીનો આ સેલમાં ગેમિંગ મોનિટર ખરીદી શકે છે. અહીં તમે ગેમિંગ મોનિટર પર 45% સુધીની છૂટ મેળવી શકો છો.

    Education Tabs: નાના બાળકો હોય કે વડીલો દરેક માટે Educational Tabs ઉપયોગી છે. ઓનલાઇન અભ્યાસ અને પુસ્તક વાંચન માટે તે ઉત્તમ છે. ફ્લિપકાર્ટના સેલમાં (Flipkart Sale) આ Education Tabs પર 45 ટકાની છૂટ આપવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Airtelનો જોરદાર રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયામાં મળશે 1 GB ડેટા, ફ્રી કોલિંગ પણ

    Headphones: સારી બ્રાન્ડના શાનદાર હેડફોન ખરીદવાની આ એક સરસ તક છે. આ સેલમાં ઘણી કંપનીઓના હેડફોન સામેલ કરવામાં આવ્યા છે, જેના પર 60% સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

    Laptops: જો ઘરે કામ કરતા લોકો પોતાના માટે સારું લેપટોપ શોધી રહ્યા છે, તો તેઓ આ Saleનો લાભ લઈ શકે છે. આ સેલમાં વિવિધ બ્રાન્ડના લેપટોપ પર લગભગ 45 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: