Home /News /tech /

MOBILE BONANZA સેલ : 2018 રૂપિયામાં મળશે 4G સ્માર્ટફોન, 11,490નો ફોન માત્ર રૂ. 6,999

MOBILE BONANZA સેલ : 2018 રૂપિયામાં મળશે 4G સ્માર્ટફોન, 11,490નો ફોન માત્ર રૂ. 6,999

Flipkart પર નવા વર્ષમાં 2018 MOBILE BONANZA સેલ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. આ સેલ 3 જાન્યુઆરી 2018થી શરૂ થશે અને 5 જાન્યુઆરી 2018 સુધી ચાલશે. આ સેલમાં ગ્રાહકોને સસ્તા સ્માર્ટફોન ખરીદવા માટેની એક સારી એવી તક મળી રહેશે. આ સેલમાં Xiaomi Redmi Mi A1, ગૂગલ પિક્સલ 2, મોટો જી5 પ્લસ, રેડીમી નોટ 4, લેનોવો અને સેમસંગના સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ મળી શકે છે. જ્યારે આ સેલ દરમિયાન કંપની માત્ર 2018 રૂપિયામાં કેટલાક 4G સ્માર્ટફોન વેચશે.

આ સેલ દરમિયાન Xiaomi Redmi Mi A1ને 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 12,999 રૂપિયામાં વેચવામાં આવશે. Redmi Note 4ના 4GB રેમ વેરિએન્ટને 10,999 રૂપિયામાં સેલ કરવામાં આવશે. Moto C Plusને 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 5,999 રૂપિયામાં વેચવામાં આવશે. 11,490 રૂપિયાના પેનાસોનિક એલ્યુગા A3 3GB રેમ વેરિએન્ટને 6,999 રૂપિયામાં ખરીદી શકાશે. 19,999 રૂપિયાના Moto G5 Plusના 4GB રેમ વેરિએન્ટને 9,999 રૂપિયામાં ખરીદી શકાશે. સેમસંગ ગેલેક્સી S7 26,990 રૂપિયામાં મળશે, આની મૂળ કિંમત 46,000 રૂપિયા છે. Leneovo K5નોટના 4GB રેમવાળા વેરિએન્ટને 13,499 રૂપિયાની જગ્યાએ 11,481 રૂપિયામાં મળશે.

પેનાસોનિક રે એક્સ 3GB રેમવાળા વેરિએન્ટને 6,981 રૂપિયામાં ખરીદી શકશો. લેનોવો કે5 નોટ પર 2018 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આમ આ ફોનને તમે 11,481 રૂપિયામાં ખરીદી શકશો. 8,990 રૂપિયાના Samsung Galaxy On5ને 6,490 રૂપિયામાં ખરીદી શકશો. પેનાસોનિક એલુગા રે મેક્સને 9,999 રૂપિયા અને સેમસંગ ગેલેક્સી જે3ને 6,990 રૂપિયામાં ખરીદી શકશો.
First published:

Tags: Flipkart

આગામી સમાચાર