Home /News /tech /

ફ્લિપકાર્ટ અને એમેઝોનની ધમાકેદાર ઓફર, થઈ જાઓ ખરીદી કરવા માટે તૈયાર

ફ્લિપકાર્ટ અને એમેઝોનની ધમાકેદાર ઓફર, થઈ જાઓ ખરીદી કરવા માટે તૈયાર

ફ્લિપકાર્ટ, એમેઝોન, ફાઈલ ફોટો

    ગ્રાહકોને આકર્ષવા માટે દરેક ઓનલાઈન કંપની જાત-જાતની ઓફર આપતી હોય છે. તેવામાં તેના જ ભાગરૂપે સ્વતંત્રતા દિવસ પર ગ્રાહકોને આકર્ષવા અલગ-અલગ રિટેલ ઓનલાઇન પોર્ટલ લોકો માટે ભારે છૂટ લઈને આવી રહી છે. અમેઝોને Freedom Sale લોન્ચ કર્યું હતું જેની સામે ફ્લિપકાર્ટે The Big Freedom Saleની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટ સેલની શરૂઆત 10 ઓગસ્ટથી થશે અને તે 12 ઓગસ્ટ સુધી ચાલશે. કંપની દાવા કરી રહી છે કે ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકોને અલગ0અલગ પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

    ફ્લિપકાર્ટના સેલમાં કંપનીઓ ગ્રાહકો માટે અલગ-અલગ પ્રકારના પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ આપવાની વાત કરી છે. આ સેલમાં ગ્રાહકોને દરેક 8 કલાક બાદ બ્લોકબસ્ટર ડિલ્સ મળશે. તો સેલ દરમિયાન કેટલાક ગ્રાહકોને 80 ટકા સુધીની છૂટ પણ મળશે. સેલમાં જો ગ્રાહક સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે તો 10 ટકા કેશબેક મળશે.

    આ સેલની શરૂઆત 10 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યાથી થશે. સેલમાં 10મી તારીખથી રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી Rush Hour દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ મળશે. ‘ફ્રીડમ કાઉન્ટડાઉન’ નામની ડિલમાં 10થી લઈને 12 તારીખ સુધી રોજ સાંજે 7.47 થી 8.18 સુધી પ્રોડક્ટ્સની કિંમત ઓછી રહેશે. સાથે જ One Deal Every Hourમાં સેલ દરમિયાન દરેક કલાકે નવી ડિલ આવશે.

    અહીં તમને સેમસંગ, એપલ અને શાઓમી જેવા સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. ફ્રીઝ, વોશિંગ મશીન, મિક્સ્ચર જેવા ઉપકરણો પર 70 ટકા સુધી છૂટ મળશે. લેપટોપ, ઓડિયો અને કેમેરા પર 80 ટકા સુધી છૂટ ઓફર છે તો કપડાં અને અન્ય ફૂટવેર પર 40-80 ટકા સુધી છૂટ મળશે. ઘરના ફર્નિચરના સામાન પર 40થી 80 ટકા સુધીની છૂટ મળશે.

    અમેઝોન પણ 9 ઓગસ્ટથી પોતાનો સેલ શરૂ કરી રહ્યું છે. અમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત 20 હજાર જેટલી પ્રોડક્ટસ પર ડીલ મળશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Flipcart, અમેઝોન

    આગામી સમાચાર