પાંચ કરોડ ફેસબુક યુઝર્સનાં એકાઉન્ટ હેક, કંપનીએ માંગી માફી

પાંચ કરોડ ફેસબુક યુઝર્સનાં એકાઉન્ટ હેક, કંપનીએ માંગી માફી
2017માં કંપનીએ એક પાયલૉટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. જેમાં યુઝર્સ પ્લેટફોર્મ પર અંતરંગ તસવીર સબમિટ કરે તે પછી તેને ઓળખીને તેને દૂર કરવામાં આવતી હતી.

ફેસબુકના પાંચ કરોડ યુઝર્સના ડેટા ચોરાયા હોવાની વાત સામે આવી છે. ફેસબુકે શુક્રવારે જણાવ્યું કેસ એક સુરક્ષા ખામીના કારણે આવું થયું છે.

 • Share this:
  ફેસબુકના પાંચ કરોડ યુઝર્સના ડેટા ચોરાયા હોવાની વાત સામે આવી છે. ફેસબુકે શુક્રવારે જણાવ્યું કેસ એક સુરક્ષા ખામીના કારણે આવું થયું છે. જેના કારણે હેકર્સે આ યુઝર્સના ખાતાની ઓથોરિયી મળી ગઇ હતી. જોકે, ફેસબુકે આ ખામીને દૂર કરી દીધી છે. અને સાઇબર ક્રાઇમ શાખાને જાણકારી આપી દીધી છે.

  ફેસબુકે સ્વીકાર્યું કે, ફેસબુકના ફિચર્સ 'View As'ને યુઝર્સના એકાઉન્ટ હેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. જે પણ યુઝર્સ આનાથી પ્રભાવિત થયા છે તેમને કહેવામાં આવ્યું છે કે, પોતાનું એકાઉન્ટ શુક્રવાર સુધી એકવાર ફરીથી રી લોગિંન કરી લે. ફેસબુક પ્રમાણે કંપનીએ સુરક્ષા ઉપાયોથી સંકળાયેલી ખામીઓને સરખી કરી લીધી છે. બધી જાણકારી હેડ ઓફ સિક્યોરિટીને આપવામાં આવી છે.  ફેસબુકે જણાવ્યું કે, અમે અત્યારે તપાસ શરૂ કરી છે. પરંતુ હજી સુધી જાણી નથી શકાયું કે હેક થયેલા એકાઉન્ટથી ડેટા હેક થયા છે કે નહીં. હવે અમે એ નથી જાણતા કે આના પાછળ કોનો હાથ છે. ફેસબુકમાં આના માટે યુઝર્સથી માફી માંગવા માટે કહ્યું હતું. તેમની ગોપનીયતા અને સુરક્ષા અમારા માટે સૌથી પહેલા છે.

  'view as' એક એવું ફિચર્સ છે જેનાથી યુઝર્સ જોઇ શકે છે કે તેની પ્રોફાઇલ કેવી રીતે દેખાય છે. કંપનીએ કહ્યું કે, આ પાંચ કરોડ યુઝર્સને રિસેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર કરોડ અન્ય લોકોએ એકાઉન્ટ પણ ઠીક કરી દીધું છે. કંપનીએ કહ્યું કે, તેણે અસ્થાયી રીતે 'view as' ફીચરને બંધ કરી દીધું છે.
  Published by:News18 Gujarati
  First published:September 29, 2018, 07:55 am