ન્યૂઝ18 ગુજરાતી : સેમસંગે ગયા અઠવાડિયે Galaxy M સીરિઝના બે સ્માર્ટ ફોન Galaxy M10 અને Galaxy M20 લોંચ કર્યા હતા. આ બંને ફોનનો પ્રથમ સેલ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ બંને ફોનની ખાસિયત એવી છે કે બંનેમાં વોટરડ્રોપ નોચ Infinity-V ડિસ્પ્લે છે. આ ઉપરાંત બંને ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરો છે. ગ્રાહકો આ ફોન સેમસંગની અધિકૃત વેબસાઇટ તેમજ એમેઝોન પરથી ખરીદી કરી શકે છે. એમેઝોન પરથી આની ખરીદી કરવા બદલ ખાસ ઓફર પણ આપવામાં આવી રહી છે.
શું ઓફર મળશે?
આ ફોનની ખરીદી કરવા પર Jio તરફથી આજથી 198 રૂપિયા અને 299 રૂપિયાના પ્લાન સાથે 10 રિચાર્જ માટે ડબલ ડેટાની ઓફરનો લાભ મળશે. જેમાં કુલ 3110 રૂપિયાનો ફાયદો મળશે.
આ ફોનમાં 6.2 ઇંચનું HD+Infinity V ડિસ્પ્લે અને ઓક્ટાકોર એક્સિનોઝ 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરવામાં આવે તો આમાં ડ્યુઅલ રિયર કેમેરો છે. જેમાં પ્રથમ કેમેરો 13 મેગાપિક્સેલ અને બીજો 5 મેગા પિક્સેલ વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ડ કેમેરો પાંચ મેગાપિક્સેલનો છે. ફોનમાં 3400 mAhની બેટરી છે.
Galaxy M10ને 2GB અને 3GB RAM એમ બે વેરિએન્ટમાં લોંચ કરવામાં આવ્યો છે. સ્ટોરેજ ક્ષમતા ક્રમશઃ 16GB અને 32GB છે. સ્ટોરેજ ક્ષમતાને તમે 512GB સુધી વધારી શકો છો. 2GB+16GB સ્ટોરેજ ક્ષમતાવાળો ફોન તમે રૂ. 7990 અને 3GB+32GB વેરિએન્ટની કિંમત રૂ. 8990 છે.
Galaxy M20માં 6.3 ઇંચનું HD+Infinity V ડિસ્પ્લે તેમજ ઓક્ટાકોર એક્સિનોઝ 7904 પ્રોસેસર છે. કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરો છે, જેમાં પ્રથમ કેમેરો 13 મેગા પિક્સેલ અને બીજો કેમેરો 5 મેગા પિક્સેલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરો આઠ મેગાપિક્સેલનો છે. આ બંને ફોનમાં 5000 mAhની દમદાર બેટરી છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, આ માટે 15 વોટનું ચાર્જર સાથે મળશે.
Galaxy M20ને 3GB અને 4GB RAMના બે વેરિએન્ટ સાથે 32GB તેમજ 64GBની સ્ટોરેજ ક્ષમતા સાથે લોંચ કરવામાં આવ્યા છે. આ સ્ટોરેજ ક્ષમતાને તમે 512GB સુધી વધારી શકો છો. 3GB+32GB સ્ટોરેજ ક્ષમતા વાળા ફોનની કિંમર રૂ. 10,990 તેમજ 4GB+64GB વાળા ફોનની કિંમર રૂ. 12,990 છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર