7 હજારથી ઓછી કિંમતના Micromaxના લેટેસ્ટ ફોનનો પહેલો સેલ આજે, મળશે 5000mAhની બેટરી

7 હજારથી ઓછી કિંમતના Micromaxના લેટેસ્ટ ફોનનો પહેલો સેલ આજે, મળશે 5000mAhની બેટરી
Micromax In 1B Sale: સેલમાં ફોન પર અનેક પ્રકારની ઓફર્સ આપવામાં આવી રહી છે, જાણો ફોનના ફીચર્સ

Micromax In 1B Sale: સેલમાં ફોન પર અનેક પ્રકારની ઓફર્સ આપવામાં આવી રહી છે, જાણો ફોનના ફીચર્સ

 • Share this:
  માઇક્રોમેક્સ (Micromax)ના IN સીરીઝના બજેટ સ્માર્ટફોન Micromax In 1Bનો આજે (26 નવેમ્બર) પહેલો સેલ રાખવામાં આવ્યો છે. ફોનનું પ્રી-બુકિંગ 10 નવેમ્બરે રાખવામાં આવ્યું હતું, જ્યાં ફોનના બુકિંગ થોડી વારમાં જ ફુલ થઈ ગયું. કંપનીનો આ ફોન બજેટ સેગમેન્ટનો છે, જેની કિંમત 7 હજારથી પણ ઓછી છે. કંપનીએ આ ફોનની પ્રારંભિક કિંમત 6999 રૂપિયા રાખી છે, અને તેમાં 5000mAhની બેટરી અને ડ્યૂઅલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે...

  આટલી છે કિંમત  Micromax In 1Bને 2 GB રેમ + 32 GB સ્ટોરેજ અને 4 GB રેમ + 64 GB સ્ટોરેજની સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેના 2GB રેમ + 32GB સ્ટોરેજની કિંમત 6999 રૂપિયા રાખવામાં આવી છે અને બીજા 4GB રેમ + 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 7999 રૂપિયા રાખવામાં આવી છે.

  આ પણ વાંચો, 3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  સેલમાં ફોન પર અનેક પ્રકારની ઓફર્સ આપવામાં આવી રહી છે. ફોનને Flipkart Axis credit Cardથી ખરીદવા પર 5 ટકાનું અનલિમિટેડ કેશબેક આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ફ્લિપકાર્ટ Axis Bank Buzz Cardyથી પેમેન્ટ કરતાં 5 ટકાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત સ્પેશલ પ્રાઇઝ હેઠળ 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.

  Micromax In 1Bના ફીચર્સ

  Micromax In 1Bમાં પણ 6.5 ઇંચ HD+ રેઝિલ્યૂશન આપવામાં આવ્યું છે. આ ફોનમાં MediaTekનું Helio G35 પ્રોસેસર આપવામાં આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. Micromax In 1bને ગૂગલના સ્ટોક એન્ડ્રોઇડની સાથે રજૂ કરવામાં આવ્યો છે પરંતુ ફોનનું 2GBનું મોડલ એન્ડ્રોઇડ 10 ગો એડિસનની સાથે આવે છે. તેના રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. આ બજેટ ફોન પર્પલ, બ્લૂ અને ગ્રીન કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, કારને પાર્ક કરવા જતાં થયું કંઈક આવું! Viral Video જોઈને હસવાનું રોકી નહીં શકો

  કેમેરાની વાત કરીએ તો તેના રિયર પેનલ પર 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સરવાળા ડ્યૂઅલ સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે આ ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે જે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 26, 2020, 08:24 am