Home /News /tech /Electric Bus: દિલ્હીમાં દોડી પ્રથમ ઇલેક્ટ્રિક બસ, જાણો શું છે આ ઇલેક્ટ્રિક બસની ખાસિયત

Electric Bus: દિલ્હીમાં દોડી પ્રથમ ઇલેક્ટ્રિક બસ, જાણો શું છે આ ઇલેક્ટ્રિક બસની ખાસિયત

ઇલેક્ટ્રિક બસ

First electric Bus of Delhi: “ઈ-બસ કોઇ ફાસ્ટ ચાર્જર દ્વારા માત્ર દોઢ કલાકમાં ચાર્જ કરી શકાય છે અને સિંગલ ચાર્જમાં ઓછામાં ઓછા 120 કિલોમીટર સુધી દોડી શક છે. ડેપોમાં ચાર્જિંગ લગાવાનું કામ હાલ ચાલુ છે.”

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં વધતા પ્રદૂષણને અટકાવવા રાજ્યની કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર અનેક પ્રયાસોમાં લાગી છે. વાહનો દ્વારા થતા વાયુ પ્રદૂષણનો ઉપાય કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 18 જાન્યુઆરી એટલે કે સોમવારે શહેરની પહેલી ઈલેક્ટ્રિક બસ (Electric Bus)ને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હી પરિવહન વિભાગ (DTC) ટૂંક સમયમાં આવી વધુ 300 બસોને લોકોની સુવિધા માટે રસ્તાઓ પર ઉતારશે. આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે, આવનારા વર્ષોમાં સરકાર 2000 ઇલેક્ટ્રિક બસો ખરીદશે.

એપ્રિલ સુધીમાં આવશે 300 ઇલેક્ટ્રિક બસો

ઇન્દ્રપ્રસ્થ ડેપોમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે, “2011થી દિલ્હી પરિવહન દ્વારા એક પણ નવી બસ ખરીદવામાં આવી નથી. હવે જૂની બસ સેવા હટાવીને નવી ઇલેક્ટ્રિક બસો સામેલ કરાશે. એપ્રિલ સુધીમાં અમે દિલ્હીની સડકો પર 300 ઇલેક્ટ્રિક બસો દોડતી કરીશું.”

દોઢ કલાકમાં થઇ જશે ચાર્જ

વધુમાં તેમણે જણાવ્યું કે, “ઈ-બસ કોઇ ફાસ્ટ ચાર્જર દ્વારા માત્ર દોઢ કલાકમાં ચાર્જ કરી શકાય છે અને સિંગલ ચાર્જમાં ઓછામાં ઓછા 120 કિલોમીટર સુધી દોડી શક છે. ડેપોમાં ચાર્જિંગ લગાવાનું કામ હાલ ચાલુ છે.” આ દિલ્હીની પહેલી ઇલેક્ટ્રિક બસ છે. આવી કુલ 2,000 બસો રાજ્ય સરકાર પાસે છે. જેમાંથી 300 બસોને એપ્રિલ સુધીમાં રસ્તા પર મૂકવામાં આવશે.

આ પણ વાંચો:  શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો? આ રહ્યું ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કારનું લીસ્ટ

શું છે આ બસોની ખાસિયત?

- આ બસો 100 ટકા ઇલેક્ટ્રિક અને ઝીરો એમિશન વાળી છે.

- આ બસ ધૂમાડો નહીં છોડે.

- બસમાં 12 મીટર લો ફ્લોર સાથે એસી લગાવવામાં આવ્યું છે.

- દિવ્યાંગો માટે મેન્યુએલ વ્હીલચેર રેમ્પ

- સીસીટીવી કેમેરાથી સજ્જ

- ઇમરજન્સી સ્થિતિ માટે પેનિક બટનની સુવિધા

- સેટેલાઇટ જીપીએસ સિસ્ટમ

- દોઢ કલાકમાં ફુલ ચાર્જ થઇ 120 કિમીની રેન્જ આપશે

- મહિલાઓ માટે ગુલાબી રંગની સીટો

- વન દિલ્હી એપથી ટિકીટ બુક કરી શકાશે.

ઈલેક્ટ્રિક બસોનો રૂટ

300 બસોમાંથી મુંડેલા કલા (100 બસ), રાજઘાટ (50 બસ) અને રોહિણી સેક્ટર 37 (150 બસ) બસ ડેપોથી ચાલશે.

કયા રૂટ પર ચાલશે બસો?

ઈલેક્ટ્રિક બસ ડીટીસીના ઇન્દ્રપ્રસ્થ (આઇપી) ડેપોથી આઇટીઓ, એજીસીઆર, તિલક માર્ક, મંડી હાઉસ, બારાખંભા રોડ, કનોટ પ્લેસ, જનપથ, રાજેશ પાયલટ માર્ગ, પૃથ્વી રાજ રોડ, અરબિંદો માર્ગથી રૂટ નંબર ઇ-44 પર ચાલશે. એમ્સ, રિંગ રોડ, સાઉથ એક્સટેન્શન, આશ્રમ, ભોગલ, જંગપુરા, ઇન્ડિયા ગેટ, હાઇકોર્ટ, પ્રગતિ મેદાન અને આઇપી ડેપોના રૂટ પર દોડશે.

આ પણ વાંચો: આ છે વર્ષ 2022માં લોન્ચ થનારી ટોપ ઈલેક્ટ્રિક કાર, જાણો કઈ કઈ કાર છે લિસ્ટમાં સામેલ

દિલ્હીના પરિવહન મંત્રીના જણાવ્યા અનુસાર, તમામ બસો Google Maps પર ઉપલબ્ધ હશે. જેથી મુસાફરો તેમની મુસાફરીની યોજના બનાવી કોઈપણ સમયે બસને ટ્રેક કરી શકે છે. એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ટિકિટ બુક કરવા માટે દિલ્હી સરકારની વન દિલ્હી એપનો ઉપયોગ કરી શકાય છે.
First published:

Tags: Aarvind kejriwal, Electric vehicle, New Delhi, આપ