ન્યૂઝ 18 ગુજરાતી: વર્ષ 2019 એવું વર્ષ હશે જેમા અનેક નવીન ટેકનૉલૉજી વિશ્વમાં શરૂ થશે. આ વર્ષે વિશ્વમાં લોકો સૌથી વધારે રાહ ફોલ્ડેબલ અને 5G ફોનની રાહ જોઈ રહ્યાં છે. અનેક કંપનીઓ 5G સ્માર્ટફોન પર કામ કરી રહી છે, અને તેને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આવી જ એક કંપની LG ઇલેક્ટ્રોનિક્સે જાહેરાત કરી છે કે તેઓ 24મી ફેબ્રુઆરીએ પોતાનો 5G ફોન લૉન્ચ કરશે.
આ ફોન બાર્સિલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસ દરમિયાન લૉન્ચ કરાશે. લૉન્ચ થયા બાદ કંપની 25-28 ફેબ્રુઆરી દરમિયાન આ ફોનને પ્રદર્શનમાં પણ મૂકશે.
5G ફોન લૉન્ચિંગ સાથે કંપનીએ તેના ફીચર્સ વિશે પણ જાણકારી આપી છે. આ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 soc પ્રોસેસર હશે, જે વેપર ચેમ્બર કુલિંગ સાથે ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે તેના કારણે 45 ટકા વધારે સારુ પરફૉર્મન્સ મળશે. આ ઉપરાંત ફોનમાં 4,000 mAh બેટરી હશે જેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
કંપનીના પ્રેસિડેન્ટે ફોન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે એલજી વિશ્વની ત્રણ મેન્યફેક્ચર કંપની માની એક છે, જે સૌથી જલદી ફોન લૉન્ચ કરવાની રેસમાં છે. કંપનીના મતે તેઓ 5G ફોન નવા બ્રાન્ડિંગ સાથે લૉન્ચ કરશે જેથી પ્રથમ છ મહિનામાં તેના વેચાણની શક્યતાઓ વધી શકે.
એલીજી ઉપરાંત સેમસંગ, વનપ્લસ, શિયોમી, હુવાવે વગેરે જેવી કંપનીઓ પણ 5G ફોન પર કામ કરી રહી છે. એવી શક્યતાઓ છે કે આ કંપનીઓ પણ પોતાના 5G ફોનને ખૂબ જ વહેલી તકે લૉન્ચ કરે તેવી શક્યતાઓ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર