Home /News /tech /

7 દિવસની બેટરી લાઈફ, હાર્ટ રેટ ટ્રેકર સાથે Fire-Boltt Ring 2 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો કિંમત

7 દિવસની બેટરી લાઈફ, હાર્ટ રેટ ટ્રેકર સાથે Fire-Boltt Ring 2 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો કિંમત

Fire-Boltt Ring 2માં SpO2 મોનિટર, 24/7 હાર્ટ રેટ ટ્રેકર વગેરે જેવા ફીચર્સ છે.

Fire-Boltt Ring 2 Price in India: Fire-Boltt Ring 2માં SpO2 મોનિટર, 24/7 હાર્ટ રેટ ટ્રેકર, સ્લીપ મોનિટર અને મેડિટેટિવ બ્રીધિંગ ફીચર પણ મળે છે. આમાં તમને 30 સ્પોર્ટ્સ મોડ્સ મળે છે.

    Fire-Boltt Ring 2 Price in India: Fire-Bolttએ તાજેતરમાં ભારતમાં તેની લેટેસ્ટ સ્માર્ટવોચ Ring 2 લોન્ચ કરી. નવી Fire-Boltt Ring 2 માર્કેટમાં પહેલાથી જ ઉપલબ્ધ Fire-Boltt Ring સ્માર્ટવોચની સક્સેસર છે, જે કંપનીએ ગયા વર્ષે જૂનમાં લોન્ચ કરી હતી. નવી સ્માર્ટવોચ તેની કિંમત અનુસાર માર્કેટમાં હાજર Amazfit Bip U Pro અને Redmi Watch 2 Lite જેવી સ્માર્ટવોચને ટક્કર આપશે. નવી સ્માર્ટવોચમાં 1.69 ઇંચની ડિસ્પ્લે છે અને તે બ્લૂટૂથ કૉલિંગને સપોર્ટ કરે છે. તેમાં SpO2 મોનિટર અને 24/7 હાર્ટ રેટ ટ્રેકર પણ મળે છે.

    ભારતમાં Fire-Boltt Ring 2ની કિંમત, સેલ ડિટેલ્સ

    નવી ફાયર-બોલ્ટ રિંગ 2 સ્માર્ટવોચની ભારત (India)માં કિંમત 4,499 રૂપિયા છે. ડિવાઇસની સેલ 6 એપ્રિલથી ફ્લિપકાર્ટ (Flipkart) પર શરૂ થશે. કંપનીએ તેને બ્લેક, ક્રીમ, બ્લુ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં રજૂ કરી છે.

    આ પણ વાંચો: 2 હજારથી પણ ઓછી કિંમતમાં આવી ધાંસુ Smarthwatch, મળશે 100થી વધુ વોચ ફેસ

    Fire-Boltt Ring 2 સ્પેસિફિકેશન્સ, ફીચર્સ

    ફાયર-બોલ્ટ રિંગ 2 સ્માર્ટવોચ 1.69 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે, જેનું રિઝોલ્યુશન 240 x 280 પિક્સલ છે. આમાં ઘણા ક્લાઉડ-બેસ્ડ વોચ ફેસ ઉપલબ્ધ છે. સોફ્ટવેર નેવિગેશન માટે સાઇડ-માઉન્ટેડ બટન છે. જો કે, સ્ક્રીન ટચને સપોર્ટ કરે છે. તેમાં બ્લૂટૂથ કૉલિંગ ફીચર પણ મળે છે, જે તમને વોચથી જ કૉલ રિસીવ કરવા અને કૉલ કરવાની મંજૂરી આપે છે. ડાયલ કરવા માટે તેમાં ક્વિક ડાયલ પેડ મળે છે. આ સિવાય યુઝરને તેમાં કોલ હિસ્ટ્રી અને સેવ કોન્ટેક્ટ જેવા ફીચર્સ પણ મળે છે.

    આ પણ વાંચો: 200 મેગાપિક્સલ કેમેરા સાથે Motorola Frontier લોન્ચિંગ માટે તૈયાર, મળશે 144Hz ડિસ્પ્લે

    મળશે 30 સ્પોર્ટ્સ મોડ

    સ્માર્ટવોચ હોવાને કારણે તેમાં ઘણાં હેલ્થ ફીચર્સ પણ છે. તેમાં SpO2 મોનિટર, 24/7 હાર્ટ રેટ ટ્રેકર, સ્લીપ મોનિટર અને મેડિટેટિવ ​​બ્રીધિંગ ફીચર્સ પણ મળે છે. ફિટનેસ ફીચરની વાત કરીએ તો તેમાં તમને 30 સ્પોર્ટ્સ મોડ મળે છે. આ વોચ IP67 રેટિંગ સાથે આવે છે. તો કેટલાક અન્ય ફીચર્સ પણ છે, જેમ કે વોઇસ અસિસ્ટન્ટ સપોર્ટ, કૅમેરા કન્ટ્રોલ, મ્યુઝિક કન્ટ્રોલ વગેરે. કંપનીનો દાવો છે કે આ વોચ એક વાર ચાર્જ કરવા પર 7 દિવસ સુધી ચાલી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Smartwatch

    આગામી સમાચાર