ખૂબ જ ઓછી કિંમતમાં લોન્ચ થઈ SmartWatch, મળશે કોલિંગ, 3D ડિસપ્લે અને 10 દિવસનું બેટરી બેકઅપ

ફાયર બોલ્ટે ઓછા ભાવમાં લૉંન્ચ કરી શાનદાર સ્માર્ટ વૉચ

આ સ્માર્ટવોચમાં કોલ હિસ્ટ્રી, સિંક સ્પીડ ડાયલ કોન્ટેક્ટ અને ક્વિક ડાયલ પેડ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

 • Share this:
  ફાયર બોલ્ટ (Fire Boltt)એ નવી બ્લુટૂથ સ્માર્ટવોચ ટોક (bluetooth smartwatch) લોન્ચ કરી છે. ફ્લિપકાર્ટ પર આ ફાયર બોલ્ટ ટૉકની કિંમત રૂ. 4,499 રાખવામાં આવી છે. કોલિંગ ફીચરની સાથે આ સ્માર્ટવોચમાં કોલ હિસ્ટ્રી, સિંક સ્પીડ ડાયલ કોન્ટેક્ટ અને ક્વિક ડાયલ પેડ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ફાયર બોલ્ટની આ સ્માર્ટવોચમાં 3D HD ડિસપ્લે સાથે 44MMનું ડાયલ અને કર્વ્ડ ગ્લાસ સાથે મેટાલિક બોડી આપવામાં આવી છે. આ સ્માર્ટવોચની સ્ક્રીન સાઈઝ 1.3 ઈંચ છે, જેનું રિઝોલ્યુશન 240 x 240 પિક્સલ છે. આ સ્માર્ટવોચ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

  આ સ્માર્ટવોચમાં બોડીને ટ્રેક કરતા અનેક ફીચર્સ ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચમાં ઓક્સિજન મોનિટરિંગ, હાર્ટ રેટ ટ્રેકર અને બ્લડ પ્રેશર મોનિટરિંગ જેવા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફાયર બોલ્ટના ફાઉન્ડર્સ આયુષી અને આરવ કિશોરે જણાવ્યું કે, આ સ્માર્ટવોચનું વજન લગભગ 60 ગ્રામ છે. આ સ્માર્ટવોચનું વજન ખૂબ જ ઓછું છે અને તે ખૂબ જ કમ્ફર્ટેબલ છે.

  કંપનીએ આ સ્માર્ટવોચને બ્લેક કલરમાં લોન્ચ કરી છે જેમાં, મુલાયમ સિલિકોન સ્ટ્રેપ આપવામાં આવી છે. ફાયર બોલ્ટની આ સ્માર્ટવોચમાં સ્વિમિંગ, બેડમિન્ટન, વોકિંગ, રનિંગ, સ્કિપિંગ, ફૂટબોલ અને અન્ય સ્પોર્ટ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

  બેટરી 10 દિવસ ચાલશે

  યૂઝર આ વોચ ફેસિઝને ખૂબ જ સરળતાથી બદલી શકે છે. તેમાં આપવામાં આવેલ બ્લુટૂથથી મ્યુઝીક સ્ટ્રીમ કરી શકાય છે. આમાં ખૂબ જ શાનદાર બેટરી આપવામાં આવી છે. સામાન્ય રીતે સ્માર્ટવોચનો ઉપયોગ કરવામાં આવે તો બેટરી 10 દિવસ સુધી ચાલી શકે છે. કોલિંગ મોડ અને બ્લુટૂથ કોલિંગનો ઉપયોગ કરીને આ સ્માર્ટવોચની બેટરી 5 દિવસ સુધી ચાલી શકે છે.

  સિંગલ ચાર્જમાં આ સ્માર્ટવોચની બેટરી 30 દિવસનો સ્ટેન્ડબાયનો ટાઈમ પ્રદાન કરે છે. આ સ્માર્ટવોચ IPX7ની વોટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે, જે આ સ્માર્ટવોચને વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ બનાવે છે. આ સ્માર્ટવોચમાં નોટિફિકેશન મીકેનિઝમ પણ આપવામાં આવ્યું છે.
  First published: