Home /News /tech /ખોવાયેલા iPhone, iPad, iPod touch, Mac, Apple Watch શોધવા માટે Siriનો ઉપયોગ આ રીતે કરો

ખોવાયેલા iPhone, iPad, iPod touch, Mac, Apple Watch શોધવા માટે Siriનો ઉપયોગ આ રીતે કરો

યુઝર્સ એમ્બેડેડ વોઇસ આસિસ્ટન્ટ - સિરીનો ઉપયોગ કરીને પણ તેમના Apple ડિવાઇસિસને પાછા મેળવી શકે છે. (Image credit- appletoolbox.com)

Apple પોતાના Find My feature દ્વારા યુઝર્સને પોતાના આઈફોન, આઈપેડ, આઈપોડ ટચ, મેક કે એપલ વોચ શોધવામાં મદદ કરે છે. જો કે, યુઝર્સ એમ્બેડેડ વોઇસ આસિસ્ટન્ટ - સિરીનો ઉપયોગ કરીને પણ તેમના Apple ડિવાઇસિસને પાછા મેળવી શકે છે.

    Find Apple Devices using Siri: કોઇપણ ડિવાઇસ ખોવાઈ જવું તે તમારા માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ હોય છે. એમાં પણ જો તમારી પાસે સ્માર્ટ ડિવાઇસ જેવા કે સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, લેપટોપ અથવા મ્યુઝિકક પ્લેયર હોય. Apple તેના Find My Feature દ્વારા યુઝર્સને તેમના iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watch શોધવામાં મદદ કરે છે. જો કે, યુઝર્સ એમ્બેડેડ વોઇસ આસિસ્ટન્ટ - સિરીનો ઉપયોગ કરીને પણ તેમના Apple ડિવાઇસિસને પાછા મેળવી શકે છે, પરંતુ ખોવાયેલા ડિવાઇસિસ સિરી દ્વારા શોધવા માટે તેનું ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોવું જરૂરી છે. નહિંતર ખોવાયેલું ડિવાઇસ જ્યારે ઇન્ટરનેટ સાથે ફરી કનેક્ટ થશે પછી જ નોટિફિકેશન મળશે.

    Appleએ તેના સપોર્ટ પેજ પર એક સરળ ગાઇડ શેર કરી છે જે યુઝર્સને તેમના ખોવાયેલા iPhone, iPad, iPod touch, Mac અને Apple Watch ડિવાઇસિસને શોધવામાં મદદ કરે છે. નોંધનીય છે કે યુઝર્સે સિરીનો ઉપયોગ કરીને કોઈપણ ડિવાઇસ શોધવા માટે પોતાના ડિવાઇસને તેમના iCloud એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની જરૂર છે.

    આ પણ વાંચો: આઈફોન 14ની પહેલી ઝલક આવી સામે, ખાસ ફીચર્સનો થઈ ગયો ખુલાસો!

    How to find your lost iPhone, iPad, iPod touch, Mac or Apple Watch using Siri

    સિરીનો ઉપયોગ કરીને ખોવાયેલાં ડિવાઇસને શોધવું એકદમ સરળ છે. જોકે, યુઝર્સને નોંધ લેવાની જરૂર છે કે જો ખોવાયેલું ડિવાઇસ Wi-Fi અથવા સેલ્યુલર ડેટાનો ઉપયોગ કરીને ઇન્ટરનેટથી કનેક્ટ થયેલું હોય તો જ તે શોધી શકાય છે. નીચેની ગાઇડ iOS 14 પર ચાલતા ડિવાઇસિસ માટે છે.

    સિરીને વોઇસ કમાન્ડ Hey Siri અથવા તો હોમ બટન, સાઇડ બટન અથવા ટોપ બટન દબાવીને સ્ટાર્ટ કરો.

    સિરીને પૂછો, ફાઇન્ડ માય (તમારા ખોવાયેલું ડિવાઇસ જેમ કે iPhone અથવા Apple Watch).

    Fine my appમાં સિરી હવે તમને એ લિંક કરેલા ડિવાઇસનું લોકેશન દર્શાવશે.

    આ પણ વાંચો: 7 દિવસની બેટરી લાઈફ, હાર્ટ રેટ ટ્રેકર સાથે Fire-Boltt Ring 2 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો કિંમત

    આ ઉપરાંત સિરી ખોવાયેલા ડિવાઇસ ઉપર એક બીપિંગ સાઉન્ડ પણ દર્શાવશે જેનાથી તેને શોધવો સરળ બની જશે. જો ખોવાયેલું ડિવાઇસ ઓફલાઇન છે તો પણ સિરી અટક્યા વિના એક કમાન્ડ મોકલશે અને ઓનલાઇન થઈ ગયા બાદ તે ડિવાઇસ ઉપર નોટિફિકેશન મોકલવામાં આવશે. જો કે, એ સલાહ આપવામાં આવે છે કે જો યુઝરને લાગતું હોય કે ખોવાયેલું ડિવાઇસ સરળથાથી નથી મળી શક્તું, તો તે ખોવાયેલા ડિવાઇસ વિશે નજીકના પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી જોઈએ.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Apple, Apple iPhone, Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन
    विज्ञापन