ખોવાઇ ગયો છે તમારો ફોન તો google mapની મદદથી આ રીતો શોધો

News18 Gujarati
Updated: February 2, 2019, 11:59 AM IST
ખોવાઇ ગયો છે તમારો ફોન તો google mapની મદદથી આ રીતો શોધો
આ કામ માટે તમારી પાસે બીજો સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર હોવું જોઈએ અને સાથે જ ઈન્ટરનેટ કનેક્શન પણ હોવું જરૂરી છે.

આ કામ માટે તમારી પાસે બીજો સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર હોવું જોઈએ અને સાથે જ ઈન્ટરનેટ કનેક્શન પણ હોવું જરૂરી છે.

  • Share this:
સ્માર્ટફોન ખોવાઈ જવાના તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં ખૂબ ઓછી વખત એવું થાય છે કે તમને ખોવાયેલો ફોન પાછો મળી જાય. જોકે, આજના સમયમાં એવી અનેક રીતો છે જેનાથી તમે પોતાનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન શોધી શકો છો, જે ઘણું સહેલું પણ છે.

આવી સ્થિતીમાં તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે ગૂગલ મેપ્સની મદદથી તમારો ખોવાયેલો ફોન શોધી શકો છે સાથે જ ફોનની રિંગ પણ વગાડી શકો છો અને ડેટા પણ ડીલીટ કરી શકો છો. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આ કામ માટે તમારી પાસે બીજો સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર હોવું જોઈએ અને સાથે જ ઈન્ટરનેટ કનેક્શન પણ હોવું જરૂરી છે.

આ ઉપરાંત તમારે ખોવાયેલા ફોનમાં લોગ-ઈન જીમેઈલ આઈડી અને પાસવર્ડ પણ ખબર હોવી જોઈએ. હવે તમારે બીજા ફોન અથવા લેપટોપ પર જઈને www.maps.google.co.in પર જવાનું રહેશે. ત્યારબાદ બીજા ફોનમાં રહેલા જીમેઈલ આઈડીથી લોગ-ઈન કરવાનું છે. ત્યારબાદ તમને સૌથી ઉપર ત્રણ ડોટ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો: ભારતની આ છે સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો તૈયાર થઇ જાય એક મહેલ

આ પ્રક્રિયા બાદ Your timeline ના વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે વર્ષ, મહિના અને દિવસનો વિકલ્પ મળશે જેને સિલેક્ટ કરીને તમે એ જાણી શકો છો કે તે દિવસે તમારો ફોન ક્યાં હતો. સાથે જ તમારે આજે પણ તમારો ફોન ક્યાં છે તે જોવાનો વિકલ્પ પણ મળી શકશે. ગૂગલ મેપનું આ ફિચર તમારી લોકેશન હિસ્ટ્રીને દેખાડે છે અને જો તમે ફોન ક્યાંક રાખીને ભૂલી ગયા છો તે આ પ્રક્રિયાની મદદથી તેને શોધી શકો છો. પરંતુ ચોરી થયેલા ફોનને શોધવો થોડો મુશ્કેલ છે. આ પ્રક્રિયા અને ફિચરનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં લોકેશન ઓન રાખવું પડશે.
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर