Home /News /tech /

ભારતમાં આવી એપલની નવી વોચ, તેના ફીચર્સ છે ખાસ

ભારતમાં આવી એપલની નવી વોચ, તેના ફીચર્સ છે ખાસ

    એપલ વોચ સીરીઝ 3 નું નવું વેરિઅન્ટ ભારતમાં લોન્ચ થયુ છે. એટલે કે, 11 મેથી ભારતમાં તેની રજૂઆત શરૂ થઈ ગઇ છે. એપલની આ વોચમાં LTE કનેક્ટિવિટી છે. એપલે ગયા વર્ષે એક મેગા ઇવેન્ટમાં આ વોચને લોન્ચ કરી હતી. એપલની આ વોચ હવે રિલાયન્સ જિયો અને એરટેલના પ્લેટફોર્મ હેઠળ વેચાણ માટે ભારતમાં ઉપલબ્ધ છે. એપલની આ વૉચને બે વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. 38 એમએમ વાળા વેરિઅન્ટની કિંમત 39,080 રૂપિયા છે. અને 42 એમએમ વેરિઅન્ટની કિંમત 41,120 રૂપિયા છે. એપલ વોચ સીરીઝ 3 સેલ્યુલરનું પ્રિ-બુકિંગ 4 મે એ એરટેલ અને રિલાયન્સ જીયોનાં પ્લેટફોર્મ પર શરૂ થઇ ગઇ છે.

    50 મીટર સુધી વોટર રિઝિસ્ટેન્ટ છે આ વોચ
    એપલની આ વોચ વૉઇસ અને ડેટા બન્નેને સપોર્ટ કરશે. આ વોચમાં મ્યુઝિક એન્ડ રેડિયો સ્ટ્રીમિંગ, સિરી વોઇસ અસિસ્ટન્સ, હોર્ટ રેટ મોનિટર અને વોટર રિઝિસ્ટેન્ટ જેવા ફીચર છે.LTE ઍનેબલ્ડ એપલ વોચ સીરીઝ 3 કંપનીએ આઇફોન 8, આઇફોન 8 + અને આઇફોન એક્સ સાથે લોન્ચ કરી હતી. એપલે તે સમયે વોચ 3 જીપીએસ તો ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી હતી, પરંતુ આ વોચનું ભારતમાં વેચાણ કરવામાં આવ્યુ ન હતુ. એપલની આ નવી વોચમાં એસ 3 ડ્યુલ કોર પ્રોસેસર અને Wi-Fiકનેક્ટિવિટી માટે W2 વાયરલેસ ચીપ આપવામાં આવી છે. આ વોચ 50 મીટર સુધી વોટર રિઝિસ્ટેન્ટ છે. એપલની આ વૉચ તમારી એક્ટીવીટી અને હાર્ટરેટને ટ્રૅક કરશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Launched in india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन